તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AIDS કંટ્રોલ સોસા.ની ઓફિસમાં કૂટણખાનું!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીમાંઘેલખડી વિસ્તારમાં ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીના ભાડાના મકાનમાં ચાલતા કૂટણખાનું નવસારી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ પકડી પાડ્યું હતુ. એસઓજીની ટીમે 1 લલના સહિત દેહવિક્રયના ધંધામાં દલાલી કરતી 2 મહિલા અને 2 પુરૂષ સહિત કુલ 5 જણાંની ધરપકડ કરી વધુ તપાસ ટાઉન પોલીસને સુપરત કરી છે.

નવસારી સ્પેશ્યલ ગ્રુપ (એસઓજી)માંથી મળતી માહિતી મુજબ નવસારીના ઘેલખડી વિસ્તારમાં રાણા કંપાઉન્ડમાં રામધૂની ગુપ્તાના મકાનમાં પહેલા માળે ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીની ઓફિસ આવેલી છે. જે ભાડા પેટે આપવામાં આવી છે. તેમાં એઈડ્સ બાબતે જનજાગૃતિ ફેલાવવાની કામગીરી કરવામાં આવે છે. એક ઉમદા ઉદ્દેશ સાથે સોસાયટીનું કામ કરવાને બદલે મકાનમાં દેહવિક્રય (કૂટણખાનુ) શરૂ કરી દેવાયું હતુ. જેમાં એઈડ્સ કંટ્રોલ સોસાયટીમાં જનજાગૃતિ ફેલાવવાનું અને એઈડ્સ સંદર્ભે લોકોને સચેત કરવાની કામગીરી કરતી 2 પ્રચારિકાની સંડોવણી બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જલાલપોરની અનુબેન પટેલ (નામ બદલ્યુ છે) તથા જૂનાથાણાની જયશ્રીબેન (નામ બદલ્યુ છે)એ અન્ય દલાલ મહમદ મકબુલ ડગરા (રહે. રંગુનનગર, નવસારી) અને નિલેશ ભાવસાર (તાશ્કંદનગર, નવસારી)ની મદદથી ગ્રાહકો બોલાવી દેહવિક્રયનો ધંધો શરૂ કરી દીધો હતો.

બાબતની માહિતી એસઓજીને મળતા પીઆઈ એસ.બી. શેખ તથા તેમની ટીમે ઘટનાસ્થળે ધસી જઈ રેડ કરતા લલના સહિત 2 મહિલા અને 2 પુરૂષ દલાલ મળી કુલ 5 જણાંને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે તેમની પાસેથી રૂ. 51,935ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રકરણમાં જમાદાર કિશોરભાઈ ગુલાબભાઈએ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેની વધુ તપાસ ટાઉન પોલીસે હાથ ધરી છે.

કૂટણખાનંુ પકડવા પોલીસ નકલી ગ્રાહક બનીને આવી

ઘેલખડીમાંસ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીના ભાડાના મકાનમાં ચાલતા કૂટણખાનાનો રંગેહાથ પર્દાફાશ કરવા એસઓજીની ટીમે નકલી ગ્રાહક તૈયાર કરી તેને રૂ. 2000 આપ્યા હતા. તેને બાતમીવાળી જગ્યાએ મોકલતા ચારેય જણાંએ મૂળ વેસ્ટબંગાળની યુવતીનો સંપર્ક કરાવ્યો હતો. સમયે નકલી ગ્રાહકે પોલીસને જાણ કરતા નજીકમાં વોચમાં રહેલી એસઓજીની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને પાંચેયને રંગેહાથ ઝડપી લીધા હતા.

નવાસરી શહેરમાં અન્ય વિસ્તારોમાં પણ તપાસ જરૂરી

ગુજરાતસ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીના ભાડાના મકાનમાં ચાલતા કૂટણખાનાને લઈને અનેક તર્કવિતર્ક શરૂ થઈ ગયા છે. હાલ સ્ટેશન નજીક આવેલા સિક્સ એવન્યુમાં ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીની મુખ્ય ઓફિસ આવેલી છે ત્યારે મુખ્ય ઓફિસના સંચાલકો આવી નાની નાની ઓફિસમાં ખરા અર્થમાં શું ચાલે છે તેની તપાસ કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. પોલીસ પણ દિશામાં યોગ્ય તપાસ કરે તો શહેરમાં અન્યત્ર ચાલતા આવા કૂટણખાના પણ ખુલ્લા પડે તેવી શક્યતા છે.

બાઈક સહિતની સામગ્રી કબજે લેવામાં આવી

પોલીસેલલના પાસેથી રોકડા, મોબાઈલ તથા નિરોધ અને દલાલ મહમદ ડગરા પાસેથી રૂ. 30 હજાર રોકડા, હોન્ડા શાઈન બાઈક (નં. જીજે-21-એફ-3882) મળી કુલ રૂ. 51,935નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

એઈડ્સ સંદર્ભે લોકોને જાગૃત કરવાની કામગીરી કરતી 2 પ્રચારિકાની સંડોવણી બહાર આવી

1 લલના સહિત દેહવિક્રયના ધંધામાં બે પ્રચારિકા અને દલાલી કરતાં 2 પુરૂષ સહિત કુલ 5ની ધરપકડ

પર્દાફાશ| નવસારીમાં આવેલા ઘેલખડી વિસ્તારમાં ભાડાના મકાનમાં ઓફિસ ચાલતી હતી

નવસારીના ઘેલખડી વિસ્તારમાંથી એસઓજીની ટીમે એઇડ્સ કંટ્રોલ સોસાયટીની આડમાં ચાલતું કૂટણખાનું પકડી પાડ્યું હતું. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો