તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નાણાં પરત મેળવવા સમૃદ્ધ જીવન ગ્રુપના રોકાણકારોની નવસારીમાં મૌન રેલી નીકળી

નાણાં પરત મેળવવા સમૃદ્ધ જીવન ગ્રુપના રોકાણકારોની નવસારીમાં મૌન રેલી નીકળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીજિલ્લામાં પણ મોટી સંખ્યામાં લોકોના નાણાં સમૃદ્ધ ગ્રુપમાં ફસાયા છે ત્યારે તે નાણાં જલદીથી મળે તે માટે ગુરૂવારે અસરગ્રસ્ત રોકાણકારોની મૌન રેલી નવસારીમાં નીકળી હતી અને કલેકટરને લેખિત રજૂઆત કરી રોકાણકારોને નાણાં જલદીથી મળે તેવા પગલા લેવા માગ કરી હતી.

અંગે મળતી માહિતી મુજબ સમૃદ્ધ જીવન ગ્રુપ નામે એક કંપની ઉભી થઈ હતી જે કંપનીમાં નવસારી જિલ્લામાં પણ મોટી સંખ્યામાં નાણાં રોકાણ કરાયા હતા. જોકે રીતસર ઉઠમણુ થતા રોકાણકારોને નાણાં પરત મળ્યા નથી. જિલ્લામાં જેના નાણાં સલવાયા છે એવા અસરગ્રસ્તોએ પ્રોગ્રેસીવ વેલફેર એસોસિએશનના બેનર હેઠળ ગુરૂવારે નવસારીમાં એક મૌન રેલી કાઢી હતી. જેમાં અસરગ્રસ્ત રોકાણકારો જોડાયા હતા. રેલી વાજપેયી ગાર્ડનથી કાલીયાવાડી જિલ્લા સેવાસદન ખાતે પહોંચી હતી. જ્યાં જિલ્લા કલેકટરને રોકાણકારોએ પોતાની આપવિતીની લેખિત રજૂઆત કરી હતી.

અસરગ્રસ્ત રોકાણકારોએ કલેકટર સમક્ષ જણાવ્યું કે સેબીએ સમૃદ્ધ જીવન ગ્રુપને ત્રણ મહિનામાં રોકાણકારોને નાણાં પરત કરવાનો આદેશ આપેલ, જેનો અમલ થયો નથી. મામલો સુપ્રિમમાં તો ગયો છે સાથે તપાસ જે ઈકોનોમિક વિંગને સોંપવામાં આવેલી છે અને તપાસ થઈ ગઈ છતાં રોકાણકારોને ડિપોઝીટના નાણાં પરત મળ્યા નથી. રોકાણકારોએ સરકાર સમક્ષ મુદ્દે ચાલી રહેલી તપાસ જલદીથી પૂરી કરવા માગ કરી છે.

સાથે સીલ થયેલા બેંક એકાઉન્ટની રકમમાંથી રોકાણકારોને તેમની રકમ પરત આપવાનું ચાલુ કરી દેવા પણ જણાવ્યું છે.

નવસારીમાં નીકળેલી સમૃદ્ધ જીવન ગ્રુપના રોકાણકારોની રેલી.

સેબીએ ત્રણ મહિનામાં રોકાણકારોને નાણાં પરત કરવાનો આદેશ આપ્યો છે

અન્ય સમાચારો પણ છે...