પાંચ ઇન્દ્રિય વિષય વિષ કરતાં ભયાનક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાસુપૂજ્યજિનાલય મહાવીરનગર જૈન સંઘમાં આચાર્ય હંસકીર્તિ સૂરિજીની પાવન નિશ્રામાં પંન્યાસ રાજરક્ષિત વિજયજીએ જણાવ્યું કે જ્યાં અહંભાવનો લય હોય તે સંસારી ચિત્ત છે. જ્યાં અહોભાવનોલય હોય તે સાધક ચિત્ત છે તે સાધક ચિત્ત બનાવવા માટે અરિહંતનું શરણું લેવું જોઇએ. અહંકારનો નાશ કરવા અહમનું શરણું લેવું જોઇએ. જે સાધક દરેક ક્રિયા કરતાં ભગવાનને હ્રદયસ્થ બનાવે છે. તેને ભગવત તુલ્યતા પ્રાપ્ત થાય છે.

તેઓએ જણાવ્યું કે પુદગ્લાનંદી આત્માને પાંચ ઇન્દ્રિયોના વિષયોનું આકર્ષણ હોય છે જ્યારે આત્માનંદીને પંચપરમેષ્ઠિ ભગવંતોનું ખેંચાણ હોય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયો વિષ કરતાં પણ ભયાનક છે. વિષ તો ખાનારને મારે છે. જોનારને નહિ, જ્યારે સ્પર્શ,રસ,ધ્રાણ,ચક્ષુ, કર્ણરૂપી પાંચ ઇન્દ્રિયોના વિષયો જોનારને પણ ભાન ભુલાવે છે.

આજના વિજ્ઞાને જગતને શક્તિશાળી જરૂર બનાવ્યું છે. હાઇડ્રોજન બોંબ, અણુ અને એટમ બોમ્બ, ઇન્ટરનેટ, ફેશબુક,સેલફોન અને વોટ્સઅપ વગેરે અનેક સાધનો વિકસાવ્યા છે. પરંતુ એક વાત નોંધ કરવા જેવી છે કે બધી ટેક્નોલોજી શાંત,સમાધિ પ્રસન્નતા આપવામાં ધરાર નિષ્ફળ ગયા છે. વિજ્ઞાનયુગે શક્તિનો ગુણાકાર કરીને શાંતિનો ભાગાકાર કર્યો છે. આપણા પૂર્વજો પાસે શક્તિ ભલે ઓછી હતી પણ શાંતિ ઘણી હતી.આજે શિર્ષાસન છે.

અન્ય સમાચારો પણ છે...