તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી વિજલપોર જલાલપોર અને ચોવીસીની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

નવસારી વિજલપોર જલાલપોર અને ચોવીસીની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંઠાવિભાગ ફ્રેન્ડશીપ ટ્રસ્ટ દ્વારા નવસારી સંસ્કારી નગરીને અનોખી ચમક આપતી મહેન્દ્ર બ્રધર્સ એક્ષ્પોર્ટ પ્રા.લી પુરસ્કૃત નવસારી વિભાગની 38 માધ્યમિક શાળાના 290 તેજસ્વી વિદ્યાર્થીઓને મહેન્દ્ર બ્રધર્સ પુરસ્કૃતથી સન્માનિત કર્યા. મહેન્દ્ર બ્રધર્સ પરિવારના મોભી કર્નલ કર્લાની અધ્યક્ષતામાં આયોજિત થયેલ શિક્ષણ વિકાસના સન્માન સમારંભનું ઉદ્ઘાટન કૃષિ કોલેજના પ્રાધ્યાપક ડો.મેહુલ ઠક્કરના શુભ હસ્તે કરવામાં આવ્યું હતુ.

શરૂઆતમાં કૃષિ યુનિના પૂર્વ નિયામક ડો.રમણભાઇ પટેલે સૌને આવકારી કાર્યક્રમની અગત્યતા સમજાવી સદીને શિક્ષણના તેજસ્વી વિદ્યાર્થીઓની સદી ગણી સમારંભને જબરદસ્ત પ્રેરણામય સમારંભ આલેખ્યો હતો.

આચાર્ય બાબુભાઇ પટેલ, કર્નલ કર્લા, મેનેજર ગુપ્તા તથા પ્રો.ડો.મેહુલ ઠક્કર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને આયોજન સખત મહેનત,સાચી સમજ,હકારાત્મક વલણ સાથે વીઝન અને મીશન કેળવી આત્મ વિશ્વાસ કેળવવા અનુરોધ કર્યો હતો. પ્રસંગે રાજ્ય સરકાર તરફથી શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડ વિજેતા આચાર્ય રાજેષભાઇ ટંડેલનું પણ અભિવાદન કર્યુ હતુ.

મહેન્દ્ર બ્રધર્સ પરિવારના સાવંત અને શેઠ આર.જે.જે હાઇસ્કુલના આચાર્ય દ્વારા રૂપિયા 1.20 હજારના મહેન્દ્ર બ્રધર્સ ચાંદીના મેડલ અર્પણ કરી અભિવાદન પત્ર અને શુભેચ્છક પુષ્પોથી 290 તેજસ્વી વિદ્યાર્થીઓનું અભિવાદન કરવામાં આવ્યું. કાર્યક્રમને અંતે ગોપાળભાઇ દ્વારા આભારવિધિ અને કાર્યક્રમનું સંચાલન થયું હતુ.

અન્ય સમાચારો પણ છે...