તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારીમાં શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં અંદાજિત 15 લાખનું દાન એકત્ર કરાયું

નવસારીમાં શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં અંદાજિત 15 લાખનું દાન એકત્ર કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉરીમાંથયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ તથા શહીદોના પરિવારજનોને આર્થિક સહકાર આપવાની નેમ સાથે રાષ્ટ્રીય સંવેદના ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં 5000થી વધુ લોકો ઉમટી પડ્યા હતા. દાતાઓના સહયોગથી કાર્યક્રમમાં અંદાજિત 15 લાખ જેટલુ દાન એકત્ર કરાયું હતું.

નવસારી પાલિકા નજીક યોજાયેલા રાષ્ટ્રીય સંવેદના ફાઉન્ડેશનના કાર્યક્રમમાં ઉરીના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. પ્રસંગે રિટાયર્ડ આર્મીમેન પણ ઉપસ્થિત રહ્યા હતા. સંવેદના કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે વડોદરાથી એક્સ આર્મીમેન રિટાયર્ડ કર્નલ વિનોદભાઈ ફણનીકર (ઉ.વ. 71) ઉપસ્થિત રહ્યા હતા. વિનોદભાઈ સાથે દેશના બીજા રિટાયર્ડ એરફોર્સના સૈનિક સાર્જન્ટ બોકીલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. રિટાયર્ડ કર્નલ વિનોદભાઈ ફણનીકરે સંવેદના ફાઉન્ડેશનને સચેત પણ કર્યા હતા કે આજે પણ ફંડ એકત્રીત કરવામાં આવે છે તેની પૂરેપૂરી સહાય દેશ માટે લડી શહીદ થયેલા જવાન અને પરિવારજનો સુધી પહોંચવી જોઈએ. તેમના માર્ગદર્શન હેઠળ ટ્રેઈન થઈ દેશના 171 યુવા સૈનિકો આજે ઈન્ડિયન આર્મ્ડ ફોર્સને સેવા આપી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે 171 સૈનિકોમાંથી 60 સૈનિકો ગુજરાત રાજ્યમાંથી હતા.

વધુમાં તેમણે જણાવ્યું કે કેવી રીતે વર્ષ 1971માં પાકિસ્તાન સાથે જંગ કરી આપણે પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ આઝાદ કરાવ્યું હતું અને પાકિસ્તાનના જનરલ એ.એ.કે. નિયાઝીએ ઈન્સ્ટ્રુમેન્ટ ઓફ સરેન્ડર ઉપર સહી કરવી પડી હતી અને કોઈપણ વર્લ્ડ વોરમાં એટલા સૈનિક કોઈ દેશે બંદી બનાવ્યા હોય જેટલા ભારતે 1965 વોર વીથ પાકિસ્તાન દરમિયાન બનાવ્યા હતા વોરમાં 90 હજાર સૈનિકને બંદી બનાવી દીધા હતા. તેઓએ લડાઈ લડવાની સાથે સન્માન આપવાનુ પણ શીખ્યું છે તેમના કહેવા મુજબ જ્યારે દુશ્મનો પોતાના સૈનિકોની લાશ લઈ જવા ના પાડી દે છે ત્યારે ઈન્ડિયન સૈનિક સન્માનથી દફનવિધિ પૂરી પાડે છે. દાતાઓના સહયોગથી કાર્યક્રમમાં અંદાજિત 15 લાખ જેટલુ દાન એકત્ર કરાયું હતું.

રાષ્ટ્રીય સંવેદના ફાઉન્ડેશનના સહયોગથી કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...