તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશમાં લઇ જાય તે સાચા ગુરુ

અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશમાં લઇ જાય તે સાચા ગુરુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આપણનેપ.પૂ.મહંત સ્વામી સાચા ગુરુની ઓળખાણ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ કરાવી ગયા.જે બ્રહ્મને જાણે તેજ પરબ્રહ્મને પામે છે,આપણામાંથી અનાજ્ઞરૂપ અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશમાં લઇ જાય તે સાચા ગુરુ સાચા ગુરુ જન્મ-મરણમાંથી મુક્તિ અપાવી અક્ષરધામમાં લઇ જાય.સાચા ગુરુ એકાંતિક સંત મળે તો આપણા બધા કાર્યો સિદ્ધ થાય છે.આધ્યાત્મની સાધના માટે એકાંતિક સંત ગુરુનું શરણું સ્વીકારી લેવું.ઉપરોક્ત શબ્દો નવસારી સ્વામિનારાયણ મંદિરે રવિ સત્સંગ સભાને સંબોધતાં પૂ.કૃષ્ણપ્રિયદાસ સ્વામીએ ઉચ્ચાર્યા હતા.

પૂ.કૃષ્ણપ્રિયદાસ સ્વામીએ ભગવાન સ્વામીનારાયણના 108 કલ્યાણકારી નામો પૈકી શ્રી ગુરુવે નમ: નામનો અર્થ સમજાવતાં જણાવ્યું હતું કે ગુરુ વિના સાચું જ્ઞાન આત્મા-પરમાત્માનું જ્ઞાન થતું નથી.ગુરુ વિના મોક્ષ થવો અસંભવ છે.ગુરુ વિના સર્વશ્રેષ્ઠ કલ્યાણ થતું નથી.આપણને પૂ.મહંત સ્વામી પ્રત્યક્ષ ગુરુહરિ મળ્યા છે ત્યારે આપણું કલ્યાણ નિશ્ચિત થઇ ગયું છે.સર્વે પુરુષાર્થ સિદ્ધ થવાના છે.કળિયુગમાં સાચા ગુરુ મળ્યા છે એટલે આપણે સત યુગમાં છીએ. પૂ.મહંત સ્વામી આપણા ગુરુ છે બે બાબત આપણે આત્મસાન કરવાની છે.

પૂ.ભક્તેશમુનિ સ્વામીએ જનમંગલ નામાવલિમાં દર્શાવાયેલ 108 નામો પૈકી ઓમ હરિકૃષ્ણાય નમ: નામનો અર્થ સમજાવતાં જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણ નામ પ્રમાણે ભક્તજનોનાં ર્હદયમાં પડેલ જગતને હરિલેતા હતા.કેટલાયે લોકોને વ્યસનનાં બંધનમાંથી છોડાવી અધ્યાત્મને માર્ગે વાળ્યા હતાં.રવજી સુથારની આશક્તિ તોડી સાધુ બનાવ્યા હતા.

સ્વામિનારાયણ ભગવાનને ભક્તોનાં આંતરિક દોષો જીવમાંથી કાઢી સાચા ભક્ત બનાવ્યા હતા.વ્યાપકાનંદ સ્વામી,પૂજના સુંદરજીનો ગર્વ-અહંકાર હરિ લઇ નિર્માનાનંદ સ્વામી બનાવ્યા હતા.હિંસક વૃત્તિના કાઢી દરબારોને શુદ્ધ બનાવી ભક્તો બનાવેલા,જોબનપગી જેવાનું પણ જીવન પરિવર્તન કરાવેલ અને ભક્ત બનાવેલા. શ્રીજી મહારાજના દર્શનમાત્રથી કેટલાઓને સમાધિ થઇ જતી.નવરાત્રી દરમિયાન મંદિરે ભક્તિપર્વની ઉજવણી કરવામાં આવશે.

સ્વામીનારાયણ મંદિરે કૃષ્ણપ્રિય સ્વામીનો સત્સંગ

અન્ય સમાચારો પણ છે...