તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર ભાડે લઇ વેચી દેવાનું રેકેટ 7 આરોપીઓ પકડાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાંકારમાલિકો પાસેથી કાર ભાડાપેટે માંગી તેને બારોબાર વેચી દેવાના રેકેટમાં સંડોવાયેલા સાત જણાંને નવસારી એલસીબીએ ઝડપી પાડી રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે તમામના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

જલાલપોરના ઝંડા ચોક વિસ્તારમાં રહેતા ધર્મેશભાઈ પટેલ તથા અન્ય પાસેથી સંજય બાગલેએ પાંચ ઈનોવા કાર તથા મહિન્દ્રા એક્સયુવી મળી કુલ રૂ. 23 લાખની કિંમતની કાર વિશ્વાસમાં લઈ તે કાર ભાડે આપવાનું જણાવી કારભાડા પેટે લઈ ગયા હતા. કાર ભાડે આપનારાઓએ મહિના બાદ કારનુ ભાડુ અંગે અવારનવાર સંજય બાગલેને પૂછતાં ભાડાની રકમ તથા ગાડી પણ પરત નહીં કરતા ધર્મેશભાઈ પટેલે સંજય બાગલે વિરૂદ્ધ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

વધુ તપાસ નવસારી એલસીબી પીઆઈ જે.એન. પંચાલે સંભાળી લીધી હતી અને છેતરપિંડી આચરનાર સંજય બાગલે (રહે. અમીરાજ સોસાયટી, એરૂ રોડ, તા. જલાલપોર, મૂળ રહે. ધુલીયા, મહારાષ્ટ્ર)ની 23મીએ રાત્રે 8 કલાકે અટક કરી હતી. તેને નવસારી કોર્ટમાં રજૂ કરી 26મી સુધી રિમાન્ડ મેળવ્યા હતા. તપાસ દરમિયાન કાર ભાડેથી મેળવી તેને બારોબાર વેચી દેવાની ઘટનાનો ખુલાસો થતા પોલીસ ચોંકી ઉઠી હતી. ભાડુ ચૂકવવાની વાતે કાર લેનાર સંજય બાગલેએ 6 કારમાલિકને પૂછ્યા વિના વેચી દીધી હતી.

ફરિયાદી પોતે પણ ભેરવાયો

ધર્મેશપટેલે પહેલાં સંજય બાગલે વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે તેેણે 6 કાર ભાડે આપી હતી તેના નાણાં હજુ સુધી સંજયે ચૂકવ્યા નથી. ત્યારબાદ સંજયને પકે તેની પૂછપરછ કરતા ધર્મેશ પણ રેકેટમાં સામેલ હોવાનું બહાર આવતા પોલીસે 26મીના રોજ ધર્મશની ધરપકડ કરી હતી.

પોલીસે 6 કાર કબજે લીધી

સમગ્રપ્રકરણના કારણે કાર ખરીદનારા અરૂણ ઉર્ફે છીમુભાઈ રમણભાઈ પટેલ (ભેસ્તાન), ભૂપત શિયાણી (રહે. વરાછા, સુરત), અલ્પેશ પટોળીયા (વરાછા સુરત), હુસેન મેમણ (ઉન, સુરત), રાકેશ મોણપરા (વરાછા, સુરત), ઝહીર પટેલ (ઉન, ચોર્યાસી, સુરત) ભેરવાયા હતા. પોલીસે કાર (નં. જીજે-21-એએચ-3861), (જીજે-5-સીએચ-6675), (જીજે-21-એએ-8975), (જીજે-21-એએચ-9313), (જીજે-21-એમ-7479) તથા મહિન્દ્રા એક્સયુવી (જીજે-16-બીબી-9109) મળી કુલ રૂ. 23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

નવસારીમાં ભાડાપેટે મેળવેલી કાર વેચી મારવાના રેકેટનો પર્દાફાશ

માલિકો પાસે કાર ભાડે ફેરવવા બહાને લાવી વેચી દેવાતી

અન્ય સમાચારો પણ છે...