વાંસદા તાલુકા પંચાયત પ્રમુખને નજરકેદ કરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીખાતે પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમનો વિરોધ કરાશે એવા ડરથી વાંસદા તા.પં. પ્રમુખ અનંત પટેલને વહેલી સવારથી તેમના ઘર ખાતે ઉનાઈ પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતા. મોટાભાગની આશાવર્કર બહેનોને પણ નજરકેદ કરાઈ હતી. બાદમાં 4 વાગ્યે છોડી મુકવામાં આવ્યા હતા.

નવસારી ખાતે દિવ્યાંગ કાર્યક્રમ અને જન્મદિને પધારનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ અંતર્ગત રણનીતિ બનાવવાના હેતુથી ઉનાઈ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ અનંત પટેલના અધ્યક્ષસ્થાને આશા વર્કર બહેનોની બેઠક યોજી હતી. જે અંગેની જાણ થતાની સાથે પોલીસ વિભાગ સહિત વહીવટીતંત્ર હરકતમાં આવી આજે વહેલી સવારે પોલીસ વિભાગને ઉનાઈ ખાતે પ્રમુખ અનંત પટેલના ઘરે ધામા નાંખી દઈ તેમને નજરકેદ કરી હતી તેમજ મોટાભાગની આશા વર્કર બહેનોને પણ નજરકેદ કરતા આશા આંદોલનથી ફફડી ઉઠેલા વહીવટીતંત્રએ હાશકારો અનુભવ્યો હતો. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ બાદ તમામને છોડી મુકાયા હતા.

પોલીસે નજરકેદ કરી હતી દરમિયાન વાંસદા તા.પં. પ્રમુખ અનંત પટેલે જણાવ્યું હતું કે દિવ્યાંગોને સાધન સહાય કરવાનો કાર્યક્રમ સરાહનીય છે. આવા સેવાકીય કાર્યનો વિરોધ કરવાનો સવાલ ઉભો થતો નથી. દિવ્યાંગોને સાધન સહાય આપવામાં આવે સારી બાબત છે પરંતુ દિવ્યાંગોને સહાય આપવા સાથે કાળી મજૂરી કરી ફરજ બજાવતી ગરીબ આદિવાસી આશાવર્કરો પણ આર્થિક રીતે દિવ્યાંગ ગણાય છે.

વાંસદા તાલુકા પંચાયત પ્રમુખની અટક કરાઈ હતી.

મોદીના કાર્યક્રમ બાદ છોડી મૂકવામાં આવ્યા

અન્ય સમાચારો પણ છે...