• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • આપણે વેેર ભાવ છોડવાના છે અને જીવ ભાવમાંથી બ્રહ્મભાવમાં જવાનું

આપણે વેેર ભાવ છોડવાના છે અને જીવ ભાવમાંથી બ્રહ્મભાવમાં જવાનું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂપબદલાય છે સ્વરૂપ બદલાતું નથી.આપણે દેર ભાવ છોડવાના છે અને જીવ ભાવમાંથી બ્રહ્મભાવમાં જવાનું છે.બ્રહ્મભાવને પમાય અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની અખંડ સેવામાં રહેવાય તેમાં ભક્તિની સાર્થકતા છે.પૂ.મહંત સ્વામી મહારાજ સમર્થ ગુરુ આપણને મળ્યા છે.તેમનામાં દિવ્યભાવ,આત્મબુદ્ધિ અને દૃઢ પ્રીતિ રાખીશું તો તેઓ આપણને સહી રીતે ભવસાગર પાર ઉતારી દેશે. ઉપરોક્ત શબ્દો નવસારી સ્વામીનારાયણ મંદિરે મહંત પૂ.આચાર્ય સ્વામીએ ભાદરવી પૂર્ણિમા સત્સ઼ગ સભાને સંબોધતાં ઉચ્ચાર્યા હતાં.

પૂ.આચાર્ય સ્વામીએ સ્વભાવદોષ ટાળવા નિત્યસંગ કરવા ઉપર ભાર મૂક્યો હતો અને સ્વામીનારાયણ ભગવાને આપેલા ધર્મનિયમ-નિશ્વર્યમાં દ્રઢતા રાખવા શીખ આપી હતી.મંદિરના કોઠારી પૂ.શ્રીજીપ્રકાશ સ્વામીએ કથામૃતનું રસપાન કરાવતાં જણાવ્યું હતું કે જેણે ભગવાન અને સંતને તત્વે કરીને જાણ્યા હોય તેને કશું જાણવાનું બાકી રહેતું નથી.આવી વ્યક્તિને કાળ,કર્મ અને માયા બંધન કરવા સમર્થ નથી.ભગવાનને તત્વે કરીને જાણવા એટલે એમની સર્વે ક્રિયામાં દિવ્યભાવ રાખવો,કોઇ શંકા-સ઼શય રાખવો નહિ.ભગવાન સ્વામીનારાયણના દિવ્યગુણો આપણને ગુરુહરિ મહંત સ્વામી દ્વારા પ્રાપ્ત થઇ રહ્યા છે. ભરતજી રાજપાટ છોડી ભગવાન ભજવા જંગલમાં ગયા પણ મૃગલીના બચ્ચામાં બંધન થયેલું.ભરતજીને કોઇ ગુરુ મળ્યા હતાં.આપણને તો સમર્થ મળ્યા છે એટલે બધી કસર ટાળી દેશે.સ્વામીનારાયણ ભગવાનના એક માત્ર પત્ર દ્વારા સુખી ઘરના 18 વ્યક્તિઓ ગૃહસ્થાશ્રમ ત્યાગી સન્યાસ સ્વીકારી લીધો હતો.

સ્વામીનારાયણ ભગવાનના વચનમાં-શબ્દોમાં એવો પ્રભાવ હર્તા સ્વામીનારાયણ ભગવાન પ.પૂ.મહંત સ્વામી દ્વારા પ્રગટ છે. વાત સૌએ આત્મસાત કરવાની છે.મંદિરના ભંડારી પૂ.ધર્મવિવેક સ્વામીએ પ્રાસંગિક વાતો કરતા જણાવ્યું હતું કે આપણે ભગવાનના સાચા ભક્ત એકાંતિક ભક્ત થવાનું છે.આપણે આપણા દેહથી આત્માને જુદાં જાણવાનું છે તેનું સતત અનુસંધાન રાખવાનું છે તથા ભગવાનના મહાત્મ્યજ્ઞાનનું પણ અનુસંધાન રાખવાનું છે. ભગવાન અને ભગવાનના સંત-ભક્ત બધાનો પક્ષ રાખવો.પૂ.મંગલનયન સ્વામીએ કાર્યક્રમનુંસંચાલન કર્યુ હતું. દૃશ્ય શ્રાવ્ય માધ્યમથી ગુરુહરિ મહંત સ્વામીના દર્શનથી લાભાન્વિત કર્યા હતાં.

નવસારી સ્વામીનારાયણ મંદિરે પૂર્ણિમા સત્સંગ યોજાયો

અન્ય સમાચારો પણ છે...