તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અબ્રાહમ લિંકને શિક્ષણ જાત અનુભવે મેળવેલું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીનીસયાજીવૈભવ પુસ્તકાલયમાં દર ચોથા શનિવારે યોજાતાં મને ગમતું પુસ્તક વાર્તાલાપ શ્રેણીમાં મણીભાઇ દેસાઇ લિખિત પુસ્તક અબ્રાહમ લિંકન વિશે પ્રવચન યોજાયું સયાજી વૈભવ પુસ્તકાલયનાં મંત્રી જયપ્રકાશ મહેતાએ વક્તા મનીષ જોશી (બી.ઇ.મીકેનીકલ) સુરતનો પરિચય આપ્યો હતો.

વક્તા મનીષજોષીએ મણિભાઇ દેસાઇ લિખિત અબ્રાહમ લિંકન પુસ્તક વિશે જણાવ્યું કે 600 પાનાનાં પુસ્તક સતત બદલાતું પુસ્તક છે. આર્થિક,સામાજીક,પરિવર્તન પુસ્તકમાં દેખાય છે.અમેરીકાનો ઇતિહાસ 200 વર્ષનો છે છતાં સમૃધ્ધ છે. અબ્રાહમ સ્વ કેળવણીથી આગળ વધેલી વ્યક્તિ છે.ફક્ત 1 વર્ષ વિધિવત શિક્ષણ મેળવ્યું હતું.બાકીનું શિક્ષણ જાત અનુભવે મેળવેલું છે.

પિતા અભણ માતાને શિક્ષણ પ્રિય પિતા રાત્રે વાર્તા સંભળાવતા વાર્તા સાંભળીને પોતાનાં વિચારો રજૂ કરતા શીખ્યા.અબ્રાહમ પોસ્ટમેન,હોડી ચલાવનાર મજૂરીનું કામ કરતાં છતાં ભણવા માટે ધગશ હતી.પોતે વકીલ હોતાં છતાંવકીલનાં આસીસ્ટન્ટ તરીકે 5000 કરતાં વધુ કેસો લડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...