• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • ખેરગામ |ખેરગામ તાલુકા ભાજપ દ્વારા અનુસુચિત મોરચાની રચના કરવામાં આવી

ખેરગામ |ખેરગામ તાલુકા ભાજપ દ્વારા અનુસુચિત મોરચાની રચના કરવામાં આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ |ખેરગામ તાલુકા ભાજપ દ્વારા અનુસુચિત મોરચાની રચના કરવામાં આવી હતી.નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ નારેશભાઈ પટેલ સાથે પરામર્શ કરી ખેરગામ તાલુકા ભાજપ પ્રમુખ ચુનીભાઈ પટેલ દ્વારા અનુસૂચિત મોરચાના ખેરગામ તાલુકાના પ્રમુખપદે ખેરગામ ગ્રામ પંચાયતના સભ્ય નિશાંત પરમારની જાહેરાત કરવામાં આવી હતી. જયારે ઉપપ્રમુખ તરીકે ખેરગામ રોહિતવાસના આશિષ રમણભાઈ ચૌહાણ અને રીતેશ ભગુભાઈ ચોહાણની પસંદગી કરવામાં આવી હતી. મહામંત્રી તરીકે આછવણીના રાજેશ કાન્તિલાલ ચૌહાણ, મંત્રી તરીકે ખેરગામના પરેશ જેસિંગભાઈ ચૌહાણ,પણંજના સંજય ઠાકોરભાઈ પગારિયા, નારણપોરના પીયુષ નટુભાઈ, નાંધઈના સંતોષ ભગુભાઈ માહ્યાવંશી અને ખજાનચી તરીકે ખેરગામના કૌશિક હીરુભાઇ ખેરગામકરની નિમણુક કરવામાં આવી હતી. ખેરગામ તાલુકા ભાજપમાં અનુસૂચિત મોરચાના વરાયેલા હોદ્દેદારોને ખેરગામ તાલુકા ભાજપ પ્રમુખ ચુનીભાઈ પટેલ,મહામંત્રી શૈલેશભાઈ ટેલર સહિત આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવી હતી.

ખેરગામમાં ભાજપ દ્વારા અનુસુચિત મોરચાની રચના

અન્ય સમાચારો પણ છે...