• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારીની ગોહિલ કોલેજ કેસમાં હાઈકોર્ટનો દિશાનિર્દેશ

નવસારીની ગોહિલ કોલેજ કેસમાં હાઈકોર્ટનો દિશાનિર્દેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીનીગોહિલ ફિઝિયોથેરાપી કોલેજ સામે અવરોધક કાર્યવાહી કરવા હાઈકોર્ટે યુનિવર્સિટીને આદેશ આપ્યો છે.

નવસારીની એમ.બી. ગોહિલ ફિઝિયોથેરાપી કોલેજના 2017-18માં એડમિશન આપવાના અને કોલેજ બંધ કરવાની કાર્યવાહી કરવાના યુનિ. સિન્ડિકેટે નિર્ણય લેતા તેની સામે કોલેજે હાઈકોર્ટમાં રીટ પિટિશન કરી હતી. રીટ પિટિશનમાં જણાવ્યું કે ગત વરસે યુનિ.એ મુકેલી શરતોનું પાલન કરવાથી યુનિ.ની ભલામણ આધારે સરકારે જોડાણનું નોટીફિકેશન પણ બહાર પાડ્યુ હતું પરંતુ 2017-18ના વર્ષ માટે યુનિ.એ નિમેલી લોકલ ઈન્કવાયરી કમિટીએ સને જોડાણ માટે ભલામણ કરવા છતાં કોલેજ પાસે ઈન્ફ્રાસ્ટ્રકચર અને માન્ય શિક્ષકો હોવા છતાં યુનિ.એકેડેમિક કાઉન્સિલ અને સિન્ડિકેટે કોલેજ ગત વર્ષે ચાલી નથી તેવા કારણસર કોલેજને નોટીસ આપી ખુલાસાની તક આપ્યા વિના એડમિશન નહીં આપવાનો નિર્ણય કર્યો હતો. તેની જાણ પેરા મેડિકલ કોર્સિઝની એડમિશન કમિટીને અમદાવાદ કરી હતી. કોલેજે કરેલી રજૂઆતો સિન્ડિકેટમાં વિચારણામાં મુકવામાં આવતા હાઈકોર્ટમાં રીટ પિટિશન કરાઈ હતી. હાઈકોર્ટના ન્યાયાધીશ એસ.જી. શાહની કોર્ટમાં સુનાવણી નીકળતા કોલેજ તરફે એડવોકેટ હોશંગ મિરઝા અને કૃતિબેન શાહે દલીલો કરી હતી. કોર્ટે યુનિ.ને ગોહિલ કોલેજ સામે અવરોધક કાર્યવાહી કરવાનો હુકમ કરી વધુ સુનાવણી 9મી ઓકટોબરે રાખી છે.

યુનિવર્સિટીને અવરોધક કાર્યવાહી કરવા આદેશ

અન્ય સમાચારો પણ છે...