• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • સંતોએ પ્રભુ પાસે જવું પડે ભક્ત પાસે ભગવાને આવવું પડે છે

સંતોએ પ્રભુ પાસે જવું પડે ભક્ત પાસે ભગવાને આવવું પડે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામજીમંદિરદૂધીયા તળાવ નવસારીનાં રામચંદ્ર ડોંગરેજી મહારાજ સત્સંગ હોલમાં ચાલી રહેલી જલારામ કથા પ્રેમયજ્ઞમાં આજે દેવેશ્વર મહાદેવ નવસારીનાં મહંત શ્યામ મહારાજ અને ડો.કનુભાઇ પધાર્યા હતાં. કથાના યજમાન પરિવારનાં મહેશભાઇ રૂપારેલીયાએ (ઉગત) એમનું સન્માન કર્યુ હતું.દક્ષિણ ગુજરાતનાં ખ્યાતનામ કથાકાર ભાગવતાચાર્ય ભરતભાઇ વ્યાસ (ધરમપુર) વ્યાસાસને બિરાજી સંગીતમય શૈલીમાં જલારામકથા પ્રેમયજ્ઞ ભક્તશ્રોતાજનોને સંભળાવી રહયા છે. આજે કથાના ત્રીજા દિવસે બાપુએ જણાવ્યું કે જલારામ બાપાની પૂષ્ટિ આપણામાં આવી જાય તો સીયારામ મય જગત જણાય છે. આપણી પાસે બાપાની આંખ નથી.બાપાનું હ્રદય નથી. હ્રદયમાં ભાવ આવી જાય તો મૂર્તિમાં પણ ભગવાન દેખાય છે. પુરૂષમાં રામ અને સ્ત્રીમાં સીતા દેખાતી નથી. સંસારમાં મોટામાં મોટું પાપ નિંદા છે. આત્મા એજ પરમાત્મા છે.જીવન એજ શિવ છે. જીવની નિંદા કરવાનો આપણને અધિકાર નથી.સંતોએ પ્રભુ પાસે જવું પડે. ભક્ત પાસે ભગવાને આવવું પડે. જલારામ બાપા સાક્ષાત બ્રહ્મ હતા. માનવદેહધારી સંસારમાં આવ્યા હતાં. જલારામબાપા ભક્ત શિરોમણી હતા. પ્રહલાદ, ધ્રુવ, અને હનુમાનજી ભક્ત હતા.હ્રદયની ભાવના એવી છે કે એમાં આખું બ્રહ્માંડ તણાય જાય છે.

રામજી મંદિરમાં ચાલી રહેલી ભરતભાઇ વ્યાસની જલારામ કથા

અન્ય સમાચારો પણ છે...