આચાર્યની ભરતીમાં શાળા સંચાલકોને સામેલ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતનીમાધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓમાં આચાર્યની ખાલી પડેલી જગ્યાઓ ઘણા સમયથી સરકારના બંધનને કારણે ભરતી થઇ શકી નથી. ગુજરાતમાં આશરે 1280 જેટલી શાળાઓમાં આચાર્યો નથી.

નવસારી જિલ્લા શાળા સંચાલક મંડળની યાદી જણાવે છે કે અંગે રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. સરકારે શાળાઓમાં આચાર્યની ભરતીેના નિયમો રદ કરી સરકાર દ્વારા સીધી ભરતી કરવાનો નિર્ણય કરેલ હતો. નિર્ણયનો મહામંડળે વિરોધ કરી વારંવાર રજૂઆત કરી હતી પરંતુ તે અંગે સરકાર તરફથી નિર્ણય આવતા શાળા સંચાલક મંડળે હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં કેસ કરેલ હતો. સરકારને શાળા સંચાલક મહામંડળ સાથે ચર્ચા કરી નિર્ણય લેવાનું કોર્ટે જણાવ્યું હતું. મંડળના પ્રમુખ અંબુભાઇ પટેલની રજુઆત ઉપર હાલમાં શિક્ષણમંત્રીએ નિરાકરણ લાવવા જણાવ્યું હતું. સરકારે આચાર્યની ભરતીમાં શાળા સંચોલકોને પણ સામેલ કરી કાર્યવાહી કરવાનો ઠરાવ કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...