તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરગામ તાલુકામાં 5286 હેક્ટરમાં ડાંગરનું વાવેતર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેરગામમાંતાલુકામાં ચાલુ વર્ષે સારો અને સમયસર જરૂરીયાત પ્રમાણેનો વરસાદ વરસતા ડાંગરની ખેતીમાં સાદ ઉત્પાદન થવાની આશા ખેડૂતોમાં વર્તાય રહી છે.વચ્ચેના સમયગાળામાં ગરમીનું પ્રમાણ વધતા વરસાદની ઘણી જરૂરીયાત હતી.એવામાં 3-4 દિવસની વરસાદનું ધીમી ધારે પરંતુ આગમન જારી રહેતા ખેડૂતોને મોટી રાહત થઇ હતી.

ડાંગરનું બહોળું ઉત્પાદન ધરાવતા ખેરગામ તાલુકામાં મોટા વિસ્તારમાં ખેડૂતો દ્વારા ડાંગરનું વાવેતર કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ખેતરોમાં પાક તૈયાર થઇ રહ્યા છે ત્યારે સમયસર અને જરૂરીયાત મુજબનાં વરસાદ વરસતાં ખેરગામ તાલુકાનાં ગામોમાં ડાંગરનો સારો એવોપાક ઉતરશે એવી આશા ખેડૂતોમાં છે. ચોમાસા દરમિયાન અગાઉ પડેલા ત્યારે વરસાદના કારણે નદી નાળાઓમાં રેલ આવતા તાલુકાનાં કેટલાક ખેતરોની અંદર પાણી ભરાઇ જતા ડાંગરનો પાક ધોવાઇ જવા પામ્યો હતો જેનાં કારણે તે સમયે ખેડૂતોને નુકશાની થઇ હતી.જોકે આવા ખેડૂતોને બાદ કરતા બીજી બધીજ જગ્યાએ ડાંગરનો પાક તૈયાર થઇ રહ્યો છે.

ઓગષ્ટ અને સપ્ટેમ્બરનાં શરૂઆતનાં દિવસોમાં હવામાનમાં વરસાદે વિરામ લેતા ગરમીનું પ્રમાણ વધી ગયુ હતું.જ્યારે ખેતરોમાં તૈયાર થઇ રહેલા પાકમાં કંઠી નીકળવાની તૈયારી હોય ખેડૂતોમાં વરસાદનાં આગમનની રાહ જોવાઇ રહી હતી.એટલામાં ચારેક દિવસથી વરસાદનું આગમન થતા ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી હતી.ખેરગામ તાલુકામાં નવસારી જિલ્લાનો સૌથી વધુ વરસાદ પડ્યો છે.

સારુ ઉત્પાદન થવાના ઉજળા સંજોગ

^અત્યારસુધી ચોમાસા દરમિયાન સારો વરસાદ અને ડાંગરના પાકની જરૂરીયાત પ્રમાણેનો સમયસર વરસાદ થતા અને ખેતરોની હાલની સ્થિતિ જોતા ડાંગરનું સારુ એવું ઉત્પાદન થવાની આશા બંધાઇ છે.સામાન્ય રીતે ખેડૂતો દ્વારા ડાંગરમાં 90 દિવસ તથા 120 દિવસનાં સમયગાળાનાં પાકનું વાવેતર થતું હોય છે.ખેતરોમાં લહેરાતા પાકમાં ડાંગરની કંઠી નિકળવાની પણ શરૂઆત થઇ રહી છે.> ઠાકોરભાઇપટેલ, ખેડૂતખેરગામ પોમાપાળ.

5286 હેકટરમાં ડાંગરનું વાવેતર

^ખેરગામતાલુકામાં ગત વર્ષે 5100 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું.આ વખતે 5286 હેક્ટર જમીનમાં વાવેતર થયુ છે.ગત વર્ષ કરતા થોડું વાવેતર વધ્યું છે.આ વખતે વરસાદ સારો અને સમયસર થતા પાક માટે ખૂબ સારી બાબત છે.હાલમાં વરસાદની ખૂબ જરૂર હતી ત્યારે વરસાદ આવતા તૈયાર રહેલા પાકને ઘણો ફાયદો રહેશે.અત્યાર સુધી કોઇ ખેડૂત કે ગ્રામ સેવક દ્વારા પાકમાં રોગ કે જીવાંતના કારણે નુકશાની હોઇ તેથી કોઇ ફરિયાદ નોંધાવામાં આવી નથી.અત્યાર સુધીની સ્થિતિજોતા વખતે ડાંગરનું સારુ ઉત્પાદન થશે તેવું લાગે છે. >કિશોરભાઇ પરમાર,વિસ્તરણઅધિકારી, ખેરગામ

સારો અને સમયસર વરસાદ થતાં ખેડૂતોને રાહત

નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખેરગામમાં પડ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો