તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • દિવ્યાંગ કેમ્પનું ગિનેસ બુકમાં નોમિનેશન થવાની સંભાવના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવ્યાંગ કેમ્પનું ગિનેસ બુકમાં નોમિનેશન થવાની સંભાવના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશમાંસૌથી મોટો દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ વારાણસી બાદ નવસારીમાં આગામી 17મી સપ્ટેમ્બરે યોજાશે. દિવ્યાંગ કેમ્પનો લાભ 11000થી વધુ લોકોને મળે તેવી સંભાવના જોતા હાલ મેગા કેમ્પ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં નોમિનેટ થાય તેવી સંભાવના છે. અગાઉ વારાણસીમાં 9000 દિવ્યાંગોને એકસાથે સાધનસહાય અાપવાનો રેકોર્ડ છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિવસ તા. 17મી સપ્ટેમ્બરના રોજ દેશમાં સૌથી મોટી દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ નવસારી ખાતે યોજાશે. કાર્યક્રમ સંદર્ભે નવસારી કલેકટર રવિકુમાર અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરા અને જિલ્લા પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડાની ઉપસ્થિતિમાં કલેકટરાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી.

કલેકટરે જણાવ્યું હતું કે, નવસારી ખાતે અત્યાર સુધીમાં 10 હજારથી વધુ દિવ્યાંગોનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. દિવ્યાંગોને રૂ. સાડા સાત 7 કરોડથી વધુના ખર્ચે કિટ્સ વિતરણ થશે. દેશનો સૌથી મોટો દિવ્યાંગ કેમ્પ છે. દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત કેન્દ્ર-રાજયના મંત્રીઓ ઉપસ્થિત રહેશે.

ભારત સરકારના ન્યાય અને અધિકારિતા દિવ્યાંગ સશકિતકરણ વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન થયું છે. દિવ્યાંગો સ્વનર્ભિર બનીને સન્માનપુર્વક જીવન જીવી શકે તે માટે સંવેદના સાથે ભારત સરકાર, ગુજરાત સરકાર અને નવસારી વહીવટીતંત્ર દ્વારા નાનકડા નવસારી જિલ્લાએ દિવ્યાંગો પ્રત્યેની ભાવના ઉજાગર કરવામાં શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. દિવ્યાંગ એસેસમેન્ટ કેમ્પમાં નવસારી, વલસાડ, ડાંગ અને સુરત, તાપી, ભુજ, સુરેન્દ્રનગર, અમરેલી સહિત જિલ્લાના દિવ્યાંગોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

ભૂજ, સુરેન્દ્રનગર, અમરેલીના દિવ્યાંગો આવશે

10 હજાર દિવ્યાંગોનું ઓનલાઇન રજિસ્ટ્રેશન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો