તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેંકમાંથી ~ 2.50 લાખ લઈ ગઠિયો છૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાંબેંક ઓફ ઈન્ડિયામાં વેપારીના બેંકના ખાતામાં ભરવા માટે આપેલા રોકડા રૂ. 2.50 લાખ ગઠિયો કેશિયર પાસેથી લઈ છૂ થઇ ગયો હતો.

નવસારીમાં ટાવર નજીક બંસીધર નામની કાપડની દુકાન આવેલી છે. દુકાનના માલિક જયંતિભાઈ પટેલે તેમને ત્યાં સેલ્સમેન તરીકે નોકરી કરતા જગદીશભાઈ બાજીરાવ સાંઢે (ઉ.વ. 57, રહે. જૂનાથાણા)ને રોજબરોજની માફક સવારે 11 કલાકે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ટાવર શાખામાં રોકડા રૂ. 2.50 લાખ ભરવા માટે મોકલ્યો હતો. બેંકમાં રોકડ રકમનું ભરણુ માટેની બેંકની સ્લીપ પણ દુકાનના માલિકે જયંતિભાઈ પટેલે ભરી આપી હતી. આથી રોકડા રૂપિયા કાપડની થેલીમાં મુકી જગદીશ સાંઢે બેંકમાં રોકડા ભરવા પહોંચ્યા હતા. બેંકનો દરવાજો ખોલી તે અંદર પ્રવેશી નિયમ મુજબ ચીફ કેશિયરની ઓફિસ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન ડાબી સાઈડે એક વ્યક્તિ સ્લીપ ભરતો હતો. તેણે જગદીશને ઉભો રાખી જણાવ્યું હતું કે તમારા શેઠના પૈસા આવેલા છે તેનો ચેક છે તેમ જણાવી ચેક જેવુ કાગળ વાળેલુ આપીને ફોન લગાવ્યો હતો અને પછી તરત કાગળ પરત લઈ લીધુ હતું. ફોન પર તેણે વાત કરી હતી કે શેઠ તમારા પૈસા આવી ગયા છે અને તમારો માણસ પૈસા ભરવા આવેલો છે. તો હું તેમની પાસેથી રૂપિયા ભરાવી લઉ છું. જેથી જગદીશ સાંઢેએ પોતાને સ્લીપ ભરતા આવડતું હોવાનું અજાણ વ્યક્તિને જણાવ્યું હતું. જેથી અજાણ્યાએ તેને એક સ્લીપબુક આખી કોરી આપી દીધી હતી. જોકે જગદીશભાઈએ પોતાની પાસેની રકમ બેંકમાં ભરવાની હોવાથી તે ત્યાંથી ચીફ કેશિયરની ઓફિસમાં જવા લાગ્યો હતો. તે વખતે અજાણ્યા વ્યક્તિએ પણ પોતાના પૈસા ભરાતા છે તો પોતે પણ અંદર ઓફિસમાં આવુ તેમ કહી જગદીશભાઈની પાછળ તે ચીફ કેશિયરની ઓફિસમાં પહોંચી ગયો હતો. કેશિયરની પાસે પૈસા અને સ્લીપ ટેબલ પર મુકી પૈસા ભરવા અંગે જગદીશભાઈએ કેશિયરને કહ્યું હતું. જેથી તેઓ પૈસા ગણવા લાગ્યા હતા. દરમિયાન જગદીશ સાંઢેએ કેશિયરને તમારી પાસે રૂ. 50નું બંડલ છે કે કેમ તેવું પૂછતાં તેમણે સવારમાં આપી દીધુ અને હાલ મારી પાસે નથી તેમ કહ્યું હતુ. બાદમાં શેઠના પૈસા આપવાના છે તેમ કહી જગદીશ સાંઢેને અજાણ્યો શખ્સ બહાર લઈ ગયો હતો અને તેને બહાર એકલો છોડી બેંકમાં પરત ફરી કેશિયરને શેઠે જમા કરાવવા આપેલા પૈસા પાછા મંગાવ્યા હોવાનું કહી તે રોકડા રૂ. 2.50 લાખ કેશિયર પાસેથી લઈને રફૂચક્કર થઈ ગયો હતો. પોતાની સાથે બેંકની બહાર આવેલો વ્યક્તિ નહીં દેખાતા બેંકમાં પરત થયેલા જગદીશભાઈને જ્યારે કેશિયરે તેમની સાથેનો માણસ પૈસા પરત લઈ ગયાનું કહેતા જાણે પગની નીચેથી ધરતી ખસી ગઈ હતી. છેતરપિંડી થયાનું જણાવતા ઘટનાની તેણે શેઠને જાણ કરી હતી અને બેંક દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે જગદીશ સાંઢેને છેતરપિંડીની ફરિયાદને આધારે ગઠિયાની શોધખોળ શરૂ કરી છે.

ગઠીયો કેશિયર પાસેથી નાણાં લઇ ગયો

અજાણ્યોશખ્સ સેલ્સમેનને તમારા શેઠને એક લાખ આપવાના છે તેમ કહી બેંકની બહાર ગલીમાં અંદર લઈ ગયો હતો. બીજા માળે જાવો મારો માણસ રૂપિયા 1 લાખ આપી દેશે એમ કહ્યું હતું. આથી સેલ્સમેન એકલો ઉપરના માળે ગયો હતો. લીફટમાંથી બહાર નીકળી સામે ઓફિસમાં જઈ સ્લીપ બતાવી લાખ રૂપિયા આપવાની વાત કરતા સામેના માણસોએ અહીં બેંક કે ઓફિસ હોવાનું જણાવ્યું હતું. આથી સેલ્સમેન પરત થયો હતો અને નીચે ઉભેલા શખ્સની શોધખોળ કરવા લાગ્યો હતો પરંતુ તે ગાયબ હતો. બેંકમાં પહોંચતા તેમની સાથેના માણસે શેઠે રૂપિયા મંગાવતા પરત કરી દીધાનું જાણવા મળતા તેને છેતરાયાનો ખ્યાલ આવ્યો હતો.

હાલમાં વલસાડમાં પણ આવી ઘટના બની હતી

હાલમાંવલસાડમાં પણ એક્સિસ બેંકમાં રૂ. 50000 ભરવા આવેલા યુવકને વાતોમાં ભેળવી બેંક બહાર લઇ ગયો હતો. ત્યાર બાદ યુવકને ધક્કો મારી રૂ. 50000 લઇ ગઠીયો ભાગી ગયો હતો.

સેલ્સમેન બેંકમાં કેશિયરની કેબીનમાં ગયો તેની સાથે ગઠિયો પણ નાણાં ભરવાના બહાને પહોંચી ગયો

ઠગાઇ | નવસારીની કાપડની દુકાનના માલિકે સેલ્સમેનને બેંકમાં રૂપિયા ભરવા મોકલ્યો હતો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો