બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

નવસારી | નવસારીનાપ્રગતિ મહિલા મંડળ સંચાલિત પ્રગતિ કન્યા છાત્રાલયમાં ધો.10 અને 12 ની વિદ્યાર્થીઓનો વિદાય સંમારંભ તા.9-3-17 ને ગુરૂવારે પ્રગતિ કન્યા છાત્રાલયનાં હોલમાં રાખવામાં આવ્યો હતો.જેમાં ઇનર વીથ કલબના મેયર સલોનીબેન શાહ તથા આશાબેન તથા કલબની બહેનો તેમજ JCI WELCOME કલબના મેયર નિમિષાબેન તથા કલબની બહેનો તેમજ પ્રગતિ મહિલા મંડળની મેયર રમાબેન પટેલ મહિલા આરક્ષણનાં શીતલબહેન તેમજ સુનીલદાદા (USA) ની ઉપસ્થિતીમાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો.દરેક મહેમાનોને પ્રવચન રમાબેન પટેલ તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત મંડળની બહેનોએ કર્યુ હતું. પ્રસંગે િવદ્યાર્થીઓ પરિક્ષા માટે પ્રોત્સાહિત કરી અને વિદાયની વાતો કરી સાથે સાથે બોલપેન અને નોટબુક ઉપરાંત કવરની ભેટ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...