• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારીમાં હોળીના આગમન સાથે તાપમાનમાં ઘટાડો નોંધાયો

નવસારીમાં હોળીના આગમન સાથે તાપમાનમાં ઘટાડો નોંધાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજેહોળીના દિવસો નવસારીમાં સવારનાં સમયે તાપમાનનો પારો 14 ડિગ્રીએ પહોંચતા ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો.

છેલ્લા બે ત્રણ દિવસથી હોળીનો તહેવાર નજીક આવતા તાપમાનમાં ઘટાડો થઇ ઠંડક પ્રસરી રહી છે.ગઇકાલે શનિવારે સવારે નવસારી પંથકમાં લઘુત્તમ તાપમાન 17.8 ડીગ્રી નોંધાયું હતું.આજે હોળીના દિવસે તાપમાન લગભગ 4 ડીગ્રીનો ઘટાડો થઇ સવારે તાપમાનનો પારો 14 ડીગ્રી ઉપર અટકી ગયો હતો.તાપમાનમાં ઘટાડો થતાં ઠંડક પ્રસરી હતી.ગતરાત્રે પણ ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો.રાત્રે અને સવારે બાદ રવિવારે બપોરે પણ મહત્તમ તાપમાન 30 ડીગ્રી નોંધાયું હતું.જેથી ગરમીનું પ્રમાણ ખૂબ ઓછું રહ્યું હતું.આજે રવિવારે હવામાં ભેજનું પ્રમાણ સવારે 65 ટકા અને બપોરે 22 ટકા નોંધાયું હતું.પવન સરેરાશ 6.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પૂર્વ દિશાનો રહયો હતો.અહીં ઉલ્લેખનીય છે કે સામાન્યતા એમ કહેવાય છે કે હોળી બાદ ઠંડી લગભગ ગાયબ થઇ ઉનાળો પૂરજોશમાં બેસી જાય છે.

સવારે તાપમાન 14 ડિગ્રી નોંધાતાં ઠંડીનો અનુભવ

અન્ય સમાચારો પણ છે...