વિજલપોરમાંથી ચોરીની બાઇક સાથે બેની અટક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજલપોરપોલીસે ગતરાત્રે ચોરીની બાઇક સાથે બે જણાની અટક કરી હતી.

વિજલપોર શહેર પોલીસ ગત શનિવારની રાત્રીએ ગાંધીસ્મૃતિ ફાટક અને તેની નજીકના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી.આ દરમિયાન રાત્રે 1.40 કલાકનાં અરસામાં એક નંબરપ્લેટ વગરની હીરો પેશન પ્રો મોટરસાયકલ ગાંધીસ્મૃતિ ફાટક નજીક આવી હતી.બાઇક ઉપર બે જણા સવાર હતા.પોલીસે બાઇક ચાલકને રોકી લાયસન્સ,આરસીબુક તથા અન્ય કાગળો અંગે પૂછતા તેઓએ ઉડાઉ જવાબ આપ્યા હતા.

જેથી પોલીસે 41(1)(ડી)હેઠળ બાઇક ઉપર સવાર બંનેની અટક કરી હતી.બાઇકસવારમાં શિવાભાઇ રામમલ (રહે.વિજલપોર ગંગા સોસાયટી)તથા દશરથ મહેન્દ્ર (રહે.તૃપ્તી એપાર્ટમેન્ટ) રૂસ્તમવાડી નવસારીનો સમાવેશ થાય છે.વિજલપોર પોલીસે બાઇક અંગે જાણવાનો પ્રયત્ન કરતા બાઇક સુરતના વરાછા વિસ્તારમાંથી ચોરાઇ હોવાનું જાણવા મળ્યું હતું.

જરૂરી દસ્તાવેજો મળતાં બાઇક કબજે કરાઇ

અન્ય સમાચારો પણ છે...