નવસારીમાં શ્રીજીના દર્શનાર્થે લોકોનો ધસારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં શ્રીજીના દર્શનાર્થે લોકોનો ધસારો

નવસારી | નવસારીશહેરમાં ગતરોજ લોકો મોડીરાત સુધી નવસારીના રોડ ઉપર નિહાળવા મળ્યા હતા. નવસારીના ગલી-ગલી અને મેઇન રોડ ઉપર ગણપતિ બાપ્પાના મંડળ મોજુદ હોવાના કારણે લોકો તેમનું બાઈક અને કાર રોકીને બાપાના દર્શન કરતા જોવા મળ્યા હતા. શ્રીજીની સ્થાપનાના 9મા દિવસે લોકો મોટી સંખ્યામાં તેમના પરિવારજનો સાથે શ્રીજીના દર્શન અર્થે બહાર નીકળ્યા હતાં. રસ્તાઓ ઉપર ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. પોલીસ અને મંડળના કાર્યકર્તાઓએ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય તે માટે ઘણા બધા પ્રયાસો હાથ ધર્યા હતા. ભક્તો તેમના શ્રીજીની પ્રતિમાને નિહાળવા દુર-દુરથી ચાલીને આવતા નજરે પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...