તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રોહિબિશનના ગુનાના બે વોન્ટેડ આરોપી ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીજિલ્લા પોલીસે દારૂના ગુનાનાં બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.

સચીન પોલીસ મથકનાં સને 2015ની સાલનાં પ્રોહીબીશનના ગુનાનો આરોપી રાહુલ ઉર્ફે રાજેશ તિવારી વોન્ટેડ હતો.આ બે વર્ષથી નાસતો ફરતો આરોપી નવસારીમાં હોવાની બાતમી નવસારી લોકલ ક્રાઇમ બ્રાંચને મળી હતી.આ બાતમીના આધારે તપાસ કરતાં નવસારીનાં ઘેલખડી રાજ્યનગરનો રહેવાસી રાહુલ ઉર્ફે રાજેશ પંચદેવ તિવારી લુન્સીકુઇ સર્કલ ખાતે ઉભો હતો ત્યારે એલસીબીએ પકડી લીધો હતો.રાહુલની સીઆરપીસી કલમ 41(1) મુજબ ધરપકડ કરી નવસારી ટાઉન પોલીસને સોંપી આગળની કાર્યવાહી માટે સચીન પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઉપરાંત નવસારી રૂરલ પોલીસ મથકનો સને 2016ની સાલનો પ્રોહીબીશનનાં ગુનાનો આરોપી યોગેશ ઉર્ફે ભાયલુ રાણા વોન્ટેડ હતો.ઉધના લાલીપાનગરનો રહેવાસી યોગેશ ઉર્ફે ભાયલુ કિશોરભાઇ રાણા ઉધના જીવન જ્યોત સિનેમા પાસે હોવાની બાતમી મળતાં નવસારી સ્પેશ્યલ ઓપરેશન ગૃપ (એસઓજી) જીવનજ્યોત સિનેમા પાસેથી તેની અટક કરી નવસારી રૂરલ પોલીસ સ્ટેશને સોપવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...