તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારીના કસ્બાપાર ગામે અંગ્રેજી માધ્યમની શાળાનો શુભારંભ કરાયો

નવસારીના કસ્બાપાર ગામે અંગ્રેજી માધ્યમની શાળાનો શુભારંભ કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીનાંપ્રવેશદ્વાર સમાન પૂર્ણાનદીને કિનારે કસ્બાપાર ગામે નાગેશ્વરી વિદ્યાપીઠમ અંગ્રેજી માધ્યમની પ્લેગ્રુપ જુનીયરથી લઇને ધો.1થી 12 સુધીની છાત્રાલય સામેની શાળાનો આજે આરંભ કરાયો.

શાળાના શુભારંભ પ્રસંગે પધારેલાં મહેમાનો જયંતીભાઇ પટેલ,નિવૃત્ત કેમ્પસ ડાયરેક્ટર ગુરૂકૂળ સૂપા ધીરૂભાઇ ગેવરીયા જલાલપોર (સરપંચ) રસીકભાઇ વિજયભાઇ ઉપાધ્યાય,ભૂષતભાઇ (કોર્પોરેટર) નેવીલભાઇ વાડીયા (આચાર્ય) તથા સંત મૂળદાસ બાપુનાં હસ્તે દીપપ્રાગટ્યથી શાળાનો આરંભ કરાયો હતો.સમારંભમાં મહેમાનોનું સ્વાગત અને આવકાર સંસ્થા નિયામક વિજયભાઇ ઉપાધ્યાયે કર્યુ.સંસ્થા વિશે માહિતી આપી હતી.

પ્રસંગે રામમઢીના સંત મૂળદાસ બાપુ આશીર્વચન આપતાં જણાવ્યું કે બાળકોને પ્રત્યે પ્રેમ જાગશે સરસ્વતીનો ભરોસો કરીને શાળા શરૂ કરી છે.પવનદેવ,જળદેવ આપણાથી મોટા છે.મોટા પાસે કામ લેવા આપણે નાનાં થવું પડે નિર્દોષ થવું પડે.બાળકોની ઉન્નતિ થાય એવી પ્રાર્થના નાગેશ્વરી જ્ઞાનની દેવી છે.અવરોધોમાંથી પાર કરે છે.આસુરી તત્વ દૂર થાય દેખાતા નથી છતાં ઉપદ્રવ કરે છે.એવી નબળી માનસિક્તા વાળાને શુધ્ધ વિચારની સુગંધ આપે એવી પ્રાર્થના.હર ઇન્સાન કે લિયે માનવતા કી રોટી જીવન મંત્ર બનાવ્યો છે.અહીં રામમઢીમાં 24 કલાક અન્ન ક્ષેત્ર ચાલે છે.અહીં વિચારધર હનુમાનજી બિરાજે છે.પધારેલાં જયંતીભાઇ પટેલે અંગ્રેજી ભાષાની મહત્તા સમજાવતાં કહ્યું કે સંસ્કૃત આપણી મહત્વની ભાષા છે.પરંતુ વિશ્વસ્તરે અંગ્રેજી ભાષા જરૂરી છે.આ શાળા સંસ્કારનું જતન વર્ધન કરશે એવી અભિલાષા સાથે શુભેચ્છા પાઠવું છું.શાળાના દિપીકાબેન શર્માએ શાળા વિશે માહિતી અંગ્રેજી ભાષામાં આપી હતી.

સમારંભમાં સૂરત, નવસારીથી મહિલા મંડળ યુવામંડળનાં સભ્યો ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા હતાં.સમારંભમાં આભારદર્શન હંસમુની બાપુ (વૃંદાવન) દ્વારા કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...