તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • મા ઉજ્જવલ યોજનામાં લાભાર્થીની યાદી ચેક કરવા કલેક્ટરને આ‌વેદન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મા ઉજ્જવલ યોજનામાં લાભાર્થીની યાદી ચેક કરવા કલેક્ટરને આ‌વેદન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીમાંમા ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેકશન લાભાર્થીઓની યાદી તપાસ કરવાની માગ સાથે નવસારી જિલ્લા કલેકટરને નવસારી પાલિકાના સભ્ય પિયુષ ઢીમ્મરે આવેદનપત્ર પાઠવી યોગ્ય અનુરોધ કર્યો છે.

હાલ સરકાર દ્વારા મા ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને રૂ. 100માં ગેસ કનેકશન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નવસારી જિલ્લામાં એજન્સી મારફત તે કામગીરી કરવામાં આવી રહી છે. યોજનામાં લાભાર્થીઓની યાદી પહેલેથી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

યાદીમાં ગરીબોને જે લાભ મળવો જોઈએ તે મળતો નથી અને તે લાભ બીજા લઈ રહ્યાછે. જલાલપોર તાલુકાના મીરજાપુર ગામમાં આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જિલ્લામાં અન્ય સ્થળે પણ આવી રીતે ગરીબો નહીં પરંતુ તેનો અન્ય લોકો લાભ રહ્યા હોય તેવું બની શકે તેવી પૂરી સંભાવના છે. નવસારી પાલિકાના કોંગ્રેસના સભ્ય પિયુષભાઈ ઢીમ્મરે સંદર્ભે લાભાર્થીઓની યાદીની તપાસ કરાવી ખરેખર તેઓ મા ઉજ્જવલા યોજનાને લાયક છે કે કેમ અને તેનો અન્ય કોઈ લાભ લઈ રહ્યું છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવે તેવો અનુરોધ જિલ્લા કલેકટરને આવેદનપત્રમાં કર્યો છે.

લાભાર્થીની જગ્યાએ અન્યને લાભ મળતો હોવાની રાવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો