તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • ઉનાઈમાં બીજેપીના કાર્યકરો વચ્ચે મારામારી થયાની ચર્ચા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાઈમાં બીજેપીના કાર્યકરો વચ્ચે મારામારી થયાની ચર્ચા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યાત્રાધામઉનાઈ ખાતે વ્યારાના કાર્યક્રમમાંથી પરત ફરેલા ભાજપના કાર્યકર્તાઓની ભીડથી મેળા જેવો માહોલ સર્જાયો હતો. ઉનાઈ ખાતે નવસારી અને વલસાડ જિલ્લાના જમણવાર રાખવામાં આવ્યો હતો. જમણવારમાં ભાજપી કાર્યકરો વચ્ચે બોલાચાલી થયાની વાત ફેલાઇ હતી. અંગે બીજેપી કાર્યકર્તાઓને પુછતા તેઓ વાતને નકારી હતી.

વ્યારા તાલુકાની તાડકૂવા ખાતે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમમાં ભાગ લઈ મોટી સંખ્યામાં પરત ફરેલા નવસારી અને વલસાડ જિલ્લાના કાર્યકર્તાઓ યાત્રાધામ ઉનાઈની મુલાકાત લીધી હતી. તેઓએ ગરમ પાણીના ઝરામાં હાથ-પગ ધોઈ ધન્યતા અનુભવી હતી. સાથે માતાજીના દર્શન કરવા ભીડ લાગતા મેળો જેવો માહોલ જોવા મળ્યો હતો. પરત ફરેલા કાર્યકર્તાઓ માટે ઉનાઈ ખાતે જમણવાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. નવસારી અને વલસાડ જિલ્લાના કાર્યકર્તાઓ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે જમણવારમાં મારામારીની વાત ફેલાઈ હતી. વહેતી થયેલી વાત પ્રમાણે જમણવારમાં કાચુ રહી જતા કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થયાનું ફેલાઇ હતી પરંતુ અંગે બીજેપી કાર્યકર્તાઓ તેમજ નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ પટેલ આવી ઘટના બની હોવાનું જણાવ્યું હતું. સાથે મોટી સંખ્યામાં લોકો જમવા માટે રોકાયા હોવાનું જણાવ્યું હતું. જોકે મારામારીની વાતને લઈ ભારે ચર્ચા જાગી હતી.

કોઇએ અફવા ફેલાવી છે

^રસોડાનીજવાબદારી મારી પાસે હતી. બંને રસોડા ખાતે આવી કોઈ ઘટના બની હતી. જોકે લોકોનો ધસારો જોવા મળ્યો હતો ત્યારે કોઈએ અફવા ફેલાવી હશે. >શાંતુભાઈ, પ્રમુખ, વાંસદા ભાજપ

આવીકોઇ ઘટના બની નથી

^સમગ્રરસોડા દરમિયાન હું હાજર હતો ત્યારે આવી કોઈ ઘટના બની નથી તે માત્ર અફવા હોઈ શકે છે. > રસિકટાંક, તાલુકામહામંત્રી

ઇનાઇમાંભારે ટ્રાફિક સર્જાયો

ઉનાઈનગર ખાતે વ્યારાથી પરત ફરેલા બીજેપી કાર્યકર્તાઓના ખાનગી વાહન, બસ તેમજ નાના વાહનોના લીધે ટ્રાફિકની સમસ્યા વકરી જતા લોકોને કલાકો સુધી રાહ જોતા સહન કરવાનો વારો આવ્યો હતો. જોકે પોલીસે યુદ્ધના ધોરણે કામગીરી કરી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા ભારે જહેમત ઉઠાવી હતી.

ઉનાઈ ખાતે મોટી સંખ્યામાં ઉમટેલા કાર્યકર્તાઓ.

કાર્યકરોના જમણવાર વેળાએ ઘટના સર્જાઇ હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો