તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • દારૂનો ધંધો અટકાવવામાં નિષ્ફળ ટાઉન PSI અને જમાદાર સસ્પેન્ડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂનો ધંધો અટકાવવામાં નિષ્ફળ ટાઉન PSI અને જમાદાર સસ્પેન્ડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીટાઉન પીએસઆઈ અને જમાદારને પ્રોહિબિશનના કવોલિટી કેસને આધારે જિલ્લા પોલીસવડાએ સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગઈ છે.

નવસારીમાં છેલ્લા કેટલાક સમયથી બૂટલેગરો પુન: સક્રિય થયા હતા. શહેરમાં દારૂબંધીની સખત અમલવારી કરાવનાર પોલીસ પાસે બૂટલેગરોની યાદી હોવા છતાં તેમની કામગીરી ઢીલી પડીી હતી. લિસ્ટેડ બૂટલેગરો પ્રવૃત્તિમાં સક્રિય નહીં થાય અને સમગ્ર જિલ્લામાં પણ પ્રોહિબિશનને નાથવા મથી રહેલા જિલ્લા પોલીસવડા એમ.એસ. ભરાડાના ધ્યાન પર આવ્યું હતું કે શહેરમાં પુન: દારૂનો વેપલો શરૂ થઇ ગયો છે. તાજેતરમાં ટાઉન વિસ્તારમાંથી એલસીબીએ દારૂનો કવોલિટી કેસ કરતા આખરે જિલ્લા પોલીસવડાએ પીએસઆઈ કે.સી. પટેલ અને જમાદાર ઉત્તમભાઈને સસ્પેન્ડ કરી દીધા હતા.

તેમની કામગીરીમાં સફળ રહ્યા નથી

^તેઓટાઉનના ચાર્જમાં હતા તે દરમિયાન લિસ્ટેડ બૂટલેગરોને નાથવાની કામગીરીમાં સફળ રહ્યા નથી અને તેમની હદમાંથી કવોલિટી કેસ બહાર આવ્યો હતો. આથી પીએસઆઈ કે.સી. પટેલ અને જમાદારને સસ્પેન્ડ કર્યા છે. > એમ.એસ.ભરાડા, પોલીસવડા,નવસારી જિલ્લા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો