ઉનાઈમાં નાળાની ઉંચાઈ અને પહોળાઈ વધારવા રજૂઆત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાતાલુકાના ઉનાઈ ગામે મંજૂર થયેલા ઉનાઈ માતાજીના મંદિરથી નાકા ફળિયા સુધી સી.સી. રોડનું કામ શરૂ થતા ડેપ્યુટી કાર્યપાલક ઈજનેર એન.એમ. પટેલ રસ્તાનું કામકાજ જોવા આવ્યા હતા. રસ્તા ઉપર બે નાળા આવેલા છે. જે નાળાની પહોળાઈ અને ઉંચાઈ વધારવા માટે એસ્ટીમેન્ટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.

નાળામાંથી ખંભાલીયા, ચરવી, બારતાડ જેવા ગામોનું પાણી તથા ઉનાઈ માતાજીના મંદિરનું પાણી પસાર થાય છે તેથી નાળાની ઉંચાઈ વધારવાની તાતિ જરૂરિયાત વર્તાઈ રહી છે. નાળા ખોલીને ઉંચી કે સફાઈ કરવામાં આવે તો ખંભાલીયા સીસી રોડ, ઉનાઈ માતાજી મંદિરના રોડ, ખંભાલીયા, માછીવાડ, ઉનાઈ નવા ફળિયા, બજાર રોડ, જવાહર રોડ, આનંદનગરને ચોમાસામાં વધુ વરસાદ થાય ત્યારે અસર પહોંચાડતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. રસ્તાનું કામકાજ ચાલતું હોવાથી અનંત પટેલ નવસારી ખાતે કાર્યપાલક ઈજનેર ગાંધીને રજૂઆત કરતા તેમણે વાંસદાના ડેપ્યુટી કાર્યપાલક ઈજનેર એન.એમ. પટેલને સ્થળ ઉપર જોવા આવતા સ્થાનિકો સાથે અનંત પટેલ અને સરપંચે રજૂઆતો કરતા રસ્તાના કામમાં જોગવાઈ હોવાનું જણાવ્યું હતું. બંને નાળાના મુખની સાફસફાઈ કરી આપવા કહ્યું હતું.

નવા રસ્તાનું કામકાજ ચાલતુ હોવાથી નાળા બની જાય તો ઉનાઈ ગામની કાયમી સમસ્યાનો ઉકેલ આવી જાય તેમ છે પણ જોગવાઈના અભાવે નાળા મંજૂર થતા સ્થાનિક પ્રજાને ચોમાસામાં સહન કરવાનો વારો આવશે.

નવા સ્બેલ ડ્રેઇનની જોગવાઇ નથી

વાંસદાનાડેપ્યુટીકાર્યપાલક ઈજનેર એન.એમ. પટેલને પૂછતાં તેમણે ગામતળના સીસી રોડ છે,જેમાં કોઈ નવા સ્બેલ ડ્રેઈનની જોગવાઈ કરી નથી.

ઉનાઈ ખાતે નાળાની ઉંચાઈ વધારવાનું ડેપ્યુટી ઈજનેરને રજૂઆત.

અન્ય સમાચારો પણ છે...