• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • એક્ઝિક્યુટિવમાં રજૂ થયેલું નવસારી પાલિકાનું બજેટ 290 કરોડ રૂપિયાનું

એક્ઝિક્યુટિવમાં રજૂ થયેલું નવસારી પાલિકાનું બજેટ 290 કરોડ રૂપિયાનું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીનગરપાલિકાનું આગામી 2017-18ના વર્ષના બજેટનું કદ 290 કરોડ રૂપિયાનું રાખવામાં આવ્યું છે. આજે મંગળવારે મળેલી પાલિકાની એક્ઝિક્યુટીવ કમિટીની બેઠકમાં બજેટ રજૂ કરાયું હતું.

નવસારી નગરપાલિકાની આજે મંગળવારે પ્રેમચંદ લાલવાણીની અધ્યક્ષસ્થાને એક્ઝિક્યુટીવ કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં અન્ય કામોની સાથે સને 2017-18ના નાણાંકીય વર્ષનું બજેટ રજૂ કરાયું હતું. મળતી માહિતી મુજબ જે બજેટ આગામી વર્ષનું રજૂ કરાયું છે. તેનું કદ 290 કરોડ રૂપિયાનું રાખવામા આવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષ 2016-17ના વર્ષમાં બજેટનું કદ 198 કરોડ રૂપિયાનું હતું. જેની સરખામણી આગામી વર્ષના બજેટનું કદ વધારી 290 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે. ...અનુસંધાન પાના નં.2

જોકે બજેટમાં કયા વિકાસના કામો આવરી લેવાયા છે, ગ્રાંટ કઈ મળવાની આશા છે, ખર્ચ ક્યાં થશે વગેરે બાબતો જાણી શકાઈ નથી. અહીં ઉલ્લેખનીય છે કે એક્ઝિક્યુટીવ કમિટીમાં રજૂ થયેલું બજેટ આગામી સામાન્ય સભામાં બહાલી માટે પેશ થશે.

આજની મળેલી એક્ઝિક્યુટીવ કમિટીની બેઠકમાં હાજર રહેલા વિપક્ષી સભ્ય અંજુમ શેખે બજેટ સહિતના કામોનો વિરોધ કર્યો હતો. તેમણે એવી રજૂઆત કરી હતી કે શુક્રવારે તેમને કમિટીની જાણકારી મળી હતી તે દિવસે તેઓ બહારગામ હતા ત્યારબાદ શનિ, રવિ અને સોમવારે જાહેર રજા હોઈ એજન્ડાના કામોનો અભ્યાસ તેઓ કરી શક્યા હતા.

વિપક્ષી સભ્ય અંજુમ શેખે બજેટ સહિતના કામોનો વિરોધ કર્યો

અન્ય સમાચારો પણ છે...