શ્રીજી મહારાજ ગુણાતીત સંત દ્વારા પ્રગટ રહેશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીજીમહારાજ સાધુરૂપે દસ વીસ પેઢી રહેશે એમ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કહ્યું છે. દસ-વીસ પેઢી એટલે પૃથ્વીના દસ-વીસ વખત પ્રલય થાય ત્યાં સુધી શ્રીજી મહારાજ એકાંતિક ગુણાતીત સંત દ્વારા પ્રગટ રહેવાના છે. ઉપરોક્ત શબ્દો નવસારી BAPS સ્વામિનારાયણ મંદિરે રવિસત્સંગ સભાને સંબોધતાં સારંગપુરથી પધારેલા યુવા સંત પૂ.અચલકીર્તિ સ્વામીએ ઉચ્ચાર્યા હતા.

પૂ.અચલકીર્તિ સ્વામીએ શ્રીજી મહારાજ અને મહંત સ્વામી મહારાજ વચ્ચેની સામ્યતા સમજાવતાં જણાવ્યું હતું કે જેમ શ્રીજી મહારાજનું મુદ્રાકર્ષણ હતું તેવું મુદ્રાકર્ષણ પ.પૂ.મહંત સ્વામીનું છે. મહંત સ્વામીના દર્શન માત્રથી એરહોસ્ટેસને આકર્ષણ થયું. તેણે મહંત સ્વામી નજીક જવાનો પ્રયત્ન કર્યો ત્યારે હરિભક્તોએ તેને અટકાવી સાધુના નિયમો અંગે સમજાવ્યું. તેણે મહંતસ્વામી પાસે હરિભક્ત દ્વારા આશીર્વાદ મંગાવ્યા. મહંત સ્વામીએ એમની પાસેની ત્રણ-ચાર પ્રકારની ચોકલેટમાંથી એક પ્રકારની ચોકલેટ આપી આશીર્વાદ પાઠવ્યા. પેલી એરહોસ્ટેસ ચોકલેટ જોઇને ખુશ થઇ ગઇ. ચોકલેટ નાનપણથી મને ખૂબ ભાવે તે પૂ.મહંત સ્વામીને ક્યાંથી ખબરω આશ્ચર્યમાં ગરકાવ થઇ ગઇ. હર્ષના આંસુ તેની આંખમાંથી ધસી આવ્યાં. અમેરિકાના એટલાન્ટામાં પૂ.મહંત સ્વામીના જાહેર અભિવાદનમાં એક અમેરિકન અધિકારીએ મહંત સ્વામીના દર્શન માત્ર મન ખેંચાય ગયાનું માઇક પર જાહેર કર્યુ. મહંત સ્વામી મહારાજ 4 દિવસ માટે આણંદ પધારેલા. એક યુવકે એવો સંકલ્પ કર્યો કે મહંત સ્વામી મહારાજ ચારે ચાર દિવસ મને સ્પર્શ કરે તો સાધુ થઇ જવું. મહંત સ્વામી મહારાજે ચારે દિવસ વિવિધ લીલા કરી પેલા યુવકના સંકલ્પ પૂર્ણ કર્યા અને ચોથા દિવસે યુવકનું કહયું “હવે સાધુ થવા આવજે” આવા તો કેટલાયે સત્ય ઘટનાત્મક પ્રસંગો વર્ણવી પૂ.અચલકીર્તિ સ્વામીએ મહંત સ્વામી મહારાજ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ હોવાની પ્રતીતિ કરાવી હતી.

નવસારી સ્વામીનારાયણ મંદિરે સારંગપુરના અચલકીર્તિ સ્વામીનો સત્સંગ

અન્ય સમાચારો પણ છે...