• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી |નવસારી ખાતે રામજી મંદિરમાં નવસારી વિભાગ વીસા ઓસવાળ જૈન

નવસારી |નવસારી ખાતે રામજી મંદિરમાં નવસારી વિભાગ વીસા ઓસવાળ જૈન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારી ખાતે રામજી મંદિરમાં નવસારી વિભાગ વીસા ઓસવાળ જૈન મિત્ર મંડળની 18મી વાર્ષિક સામાન્ય સભા નીરવ દલીચંદજી શાહ (ઓસવાલ)નાં અધ્યક્ષસ્થાને યોજાય હતી.મંડળને 25 વર્ષ પુરા થતા હોય વરસે રજતજયંતિ મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. તેજસ્વી તારલાઓને પારિતોષિક તથા મંડળના આજસુધીની વિવિધ યોજનાઓના દાતા તથા માજી પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું હતુ. બે વર્ષ માટે નવા પ્રમુખની નીમણૂંકમાં સમગ્ર સભાએ વર્તમાન પ્રમુખ નીરવ દલીચંદ શાહ (ઓસવાલ)ને ફરી પ્રમુખ તરીકે નીમણૂંક કરી વધાવી લીધોહતો. મંડળના ટ્રસ્ટી તરીકે ભીખુભાઇ અમરતલાલજી શાહ, હસમુખભાઇ અમરચંદજી શાહ, અનિલકુમાર જયંતિલાલ શાહ,રાજેન્દ્રભાઇ બાબુલાલજી શાહ તથા નવા ટ્રસ્ટી તરીકે ભરતકુમાર રમણલાલજી શાહ (મહેક)ની નિમણુંક કરી હતી. હોદ્દેદારોમાં ઉપપ્રમુખ તરીકે અશોકકુમાર શાહ, મંત્રી ઘેવરચંદજી શાહ,સહમંત્રી ભરત શાહ, ખજાનચી દિપક શાહની નિમણૂંક કરવામાં આવી હતી.

નવસારી વીસા ઓસવાળ જૈન મિત્ર મંડળની સભા મળી

અન્ય સમાચારો પણ છે...