• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી |ગુજરાત માછી મહામંડળ તથા ડ્રુ ફાઉન્ડેશન ટ્રસ્ટ નવસારીના સંયુક્ત

નવસારી |ગુજરાત માછી મહામંડળ તથા ડ્રુ ફાઉન્ડેશન ટ્રસ્ટ નવસારીના સંયુક્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |ગુજરાત માછી મહામંડળ તથા ડ્રુ ફાઉન્ડેશન ટ્રસ્ટ નવસારીના સંયુક્ત ઉપક્રમે 30 જુલાઇ રવિવારે સવારે 9.30થી 12.30 કલાકે વિનામૂલ્યે આંખ તથા સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું ચોરમલાભાઠા તા.જલાલપોર મુકામે આયોજન કરેલ છે. મોતીયાના ઓપરેશન ડો.નીતિનભાઇ પટેલ,આશીર્વાદ હોસ્પિટલ,લુન્સીકુઇ,નવસારી ખાતે વિનામૂલ્યે કરી આપવામાં આવશે તથા ચશ્મા માત્ર રૂ.60નાં રાહતદરે આપવામાં આવશે.દાંતના દર્દીઓને વધુ સારવારની જરૂર જણાય તો રાહતદરે કરી આપવામાં આવશે.આ કેમ્પનું વધુ માહિતી માટે મહામંડળના પ્રમુખ વસંતભાઇ એમ.ટંડેલ મો.નં.9664982560,ઉપપ્રમુખ બી.એલ.ટંડેલ મો. નં. 9426868995, ડ્રુ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ ઠાકોરભાઇ પટેલ મો.નં.9377274489 તથા ટ્રસ્ટના નીમેષભાઇ ગાંધી 9898326026નો સંપર્ક કરવો.

ચોરમલાભાઠા મુકામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

અન્ય સમાચારો પણ છે...