• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ફોટોગ્રાફી પ્રદર્શન યોજાશે

નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ફોટોગ્રાફી પ્રદર્શન યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીકૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી કોલેજ ઓફ ફોરેસ્ટ્રીમાં છેલ્લા પાંચ વર્ષથી નેચર અને વાઇલ્ડ લાઈફ વિષય પર એક વર્ષનો સર્ટીફીકેટ કોર્સ શરૂ કરાયો છે.

સ્કીલ ઈન્ડીયાના ભાગરૂપે કાર્યરત કોર્સ અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલ 72 જેટલા વ્યક્તિઓએ કોર્સ પરિપૂર્ણ કરી પોતાની સ્કીલનો દેશવિકાસમાં ફાળો આપી રહ્યા છે. વર્ષે સ્ટ્રીટ ફોટોગ્રાફી ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા દિલ્હીના ફોટોગ્રાફર વિનિત વ્હોરાના ફોટોગ્રાફ્સ અને સાથે ફોટોગ્રાફી કોર્સના વિદ્યાર્થીઓની તસવીરોનું પ્રદર્શન યોજાશે. 28થી 30 જુલાઇ સુધી સવારે 10થી સાંજે 6 કલાક સુધી કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં ઇન્ટરનેશનલ હોસ્ટેલ ખાતે પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લુ મુકાશે. 28મીએ સવારે 10 કલાકે કૃષિ મંત્રી ચીમનભાઈ સાપરીયા દ્વારા ફોટોગ્રાફી પ્રદર્શનનું ઉદઘાટન આર.સી.પટેલ, મંગુભાઈ પટેલ, પીયુષભાઇ દેસાઈ અને કુલપતિ ડો. સી. જે. ડાંગરીયાની ઉપસ્થિતિમાં ઇન્ટરનેશનલ હોસ્ટેલ ખાતે કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...