• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • ખેતીની જમીનમાં લાખોનું નુકસાન કરનારા સામે ફરિયાદ

ખેતીની જમીનમાં લાખોનું નુકસાન કરનારા સામે ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલાલપોર તાલુકાના વેસ્મા ગામે આવેલી ખેતીની જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી રૂ. 25થી 30 લાખના ઉભા પાકનું નુકસાન કરી જમીનના કબજેદારને જાનથી મારી નાંખવાની ધમકી અપાયાની લેખિત ફરિયાદ જિલ્લા પોલીસવડાને કરવામાં આવી છે.

નવસારી જિલ્લા પોલીસવડા ડો. ગિરીશભાઈ પંડ્યા અને ગ્રામ્ય પોલીસ મથકમાં કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં અમીના દિલેર, હવા દિલેર અને તેના કુલમુખત્યાર યુસુફ દિલેરે જણાવ્યું છે કે તેમની માલિકીની અને કબજાની સંદલપોર સ્થિત બ્લોક સવે નં. 177વાળી ખેતીની જમીન આવેલી છે. જેમાં શેરડી, ડાંગર અને ગુવારના પાક લેવાતો રહ્યો છે. થોડા સમય અગાઉ દસેક જણાંએ ગુનાહિત કાવતરું કરીને કેટલાક જણાંએ જમીન ઉપર હથિયાર સાથે ઘૂસી જઈ શેરડી, ગુવાર અને ડાંગરના પાકને કાપી નાંખ્યો હતો. ડાંગરને કાપી નાંખીને બગાડ કર્યો હતો તો ગુવારના પાક ઉપર ટ્રેકટર ફેરવી દીધુ હતું. આ ઉપરાંત શેરડીનો પાક પણ કાપી નાંખીને જમીનમાં આવેલા આંબાના વૃક્ષને પણ નુકસાન કર્યું હતું. તેઓએ કરોડો રૂપિયા ઉપર અધિકારીઓ સુધી પહોંચાડ્યા હોવાનું જણાવી રૂ. 25થી 30 લાખના પાકને નુકસાન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી લેખિત રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...