નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા યુવા સંમેલન યોજાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારી જિલ્લા નહેરૂ યુવા કેન્દ્ર દ્વરા જિલ્લાકક્ષા યુવા સંમેલન ભકતાશ્રમ શાળા ખાતે યોજાયું હતું. કેમ્પસ ડાયરેકટર ધર્મેશ કાપડીયાએ યુવાનોને દઢ મનોબળ સાથે આગળ વધીને રાષ્‍ટ્રના વિકાસમાં ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો. આ યુવા સંમેલનમાં પ્રા. જશુભાઇ નાયકે જુગતરામ દવે, લાલભાઇ નાયકના જીવંત ઉદાહરણો આપી વિકટ પરિસ્થિતિ સામે યુવાનો કેવી રીતે સમાજ સેવામાં જોડાઇ શકે તેની સમજ આપી હતી. આરોગ્ય વિભાગના ડૉ.નિકુંજભાઇએ મા વાત્સલ્ય કાર્ડ, સ્વાસ્થ્ય અને તબીબી સેવાઓની જાણકારી આપી હતી. ગ્રામ વિકાસ એજન્‍સીના હિનાબેને સરકારની કૌશલ્યવર્ધન યોજનાઓ તેમજ વડાપ્રધાન રોજગાર યોજનાની વિગતો આપી હતી. પોલીસ વિભાગના કુટુંબ સહાયતા કેન્દ્રના લક્ષ્મીબેનએ જાતિય સતામણી, સલામતી અને સાવચેતી તથા કુટુંબ કલ્યાણ માટે શું કરી શકાય તેનો ચિતાર આપ્યો હતો. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કુ.ડી.આર.પટેલે એન્ટરપ્રિનિયોરશીપ અંગે વિગતો સ્‍વરોજગારી નિર્માણ કેવી રીતે કરી શકાય તેનાથી યુવાનોને માહિતગાર કર્યા હતા. આચાર્ય પરિમલભાઇ પટેલે યુવાનનો અર્થ સમજાવી, યુવાનોને પ્રેરિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...