• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારીમાં તાપમાન 38.2 ડીગ્રી, હોળી અગાઉ ઉનાળાની ગરમીનો અનુભવ

નવસારીમાં તાપમાન 38.2 ડીગ્રી, હોળી અગાઉ ઉનાળાની ગરમીનો અનુભવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીમાં હોળી અગાઉ જ તાપમાનનો પારો 38 ડીગ્રીને વટાવી ગયો હતો. સોમવારે બપોરે પારો 38.2 ડીગ્રીએ પહોંચી જતા લોકોએ ભારે ગરમીનો અનુભવ કર્યો હતો.

નવસારીમાં છેલ્લા કેટલાક દિવસથી બપોરનાં સમયે તાપમાનનો પારો 34થી 36 ડીગ્રી વચ્ચે રહેતા ગરમીનો અનુભવ લોકો કરી રહ્યાં છે. રવિવારે તાપમાન 35.5 ડીગ્રી નોંધાયું હતું. જેમાં સોમવારે 2.7 ડીગ્રીનો વધારો થઇ પારો 38 ડીગ્રી વટાવી 38.2 ડીગ્રીએ પહોંચી ગયો હતો. હજુ તો હોળીનો તહેવાર પણ આવ્યો નથી ત્યાં જ પારો 38 ડીગ્રીને વટાવી જતાં લોકોએ ભારે ગરમીનો અનુભવ કર્યો હતો. ગરમીની સાથોસાથ ગરમ ‘લૂ’ પણ વાતાવરણમાં રહી હતી. ગરમીને લઇને બપોરનાં સમયે રસ્તા ઉપર ચહલપહલ ઓછી જોવા મળી હતી. સાંજે 5 વાગ્યા સુધી ગરમીની અસર જોવાઇ હતી. બપોરે ભેજનું પ્રમાણ પણ ખૂબ ઓછું 23 ટકા જ નોંધાયું હતું.

જ્યાં બપોરે તાપમાન વધ્યું તો સવારે પણ તાપમાન વધી 20 ડીગ્રી થઇ ગયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ 62 ટકા રહ્યું હતું. પવન દિવસ દરમિયાન 5.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પૂર્વ દિશાએ ફૂંકાયો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, સામાન્યત: હોળી-ધૂળેટી બાદ ક્રમશ: ઉનાળો શરૂ થતો હોય છે પરંતુ હોળી અગાઉ જ સોમવારે 38.2 ડીગ્રી તાપમાન સાથે લોકોએ ઉનાળાની ગરમીનો અનુભવ કર્યો હતો.