વિજલપોરના ઈતિહાસમાં સૌથી યુવા પ્રમુખ જગદીશ મોદી ચૂંટાયા
વિજલપોર નગરપાલિકાનાં પ્રમુખપદે 31 વર્ષિય યુવાન જગદીશ મોદી અને ઉપપ્રમુખપદે સંતોષ પુંડકર બિનહરીફ ચુંટાઇ આવ્યા હતાં.
તાજેતરમાં યોજાયેલી વિજલપોર નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 36 બેઠકોમાંથી 33 બેઠકો મેળવી ભાજપે ભવ્ય વિજય હાંસલ કર્યો હતો. ચૂંટણીના પરિણામો આવી ગયા બાદ પાલિકાનાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી જાહેર થઇ હતી.આજે સોમવારે ચૂંટણી અધિકારી કુ.નેહાની ઉપસ્થિતિમાં વિજલપોર પાલિકાનાં સભાખંડમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. પ્રમુખપદ માટે વોર્ડ નં.2 માંથી ચૂંટાયેલા જગદીશ કરશનભાઇ મોદીનાં નામની દરખાસ્ત પ્રકાશ પાટીલે મૂકી, જેને રમીલાબેન પટેલે ટેકો આપ્યો હતો. પ્રમુખપદ માટે આ એક જ નામની દરખાસ્ત આવતાં જગદીશ મોદીને પ્રમુખપદે ચૂંટાયેલા જાહેર કરાયા હતા. ઉપપ્રમુખપદ માટે વોર્ડ નં. 4 માંથી ચૂંટાયેલ સંતોષ વિનાયક પુંડકરના નામની દરખાસ્ત મહેન્દ્ર ટંડેલે મૂકી હતી, જેને સોનાલી રસાળે ટેકો આપ્યો હતો. ઉપપ્રમુખપદ માટે પણ એક જ નામની
... અનુસંધાન પાના નં. 2
વિજલપોર શહેરમાં આ છે પડકાર
નવો ઓવરબ્રિજ અને પાણી યોજના
વિજલપોર પાલિકામાં પ્રમુખપદે ચૂંટાયેલા જગદીશ મોદી મૂળત: ડીસાના વતની છે. તેઓ એચએસસી પાસ છે અને જ્વેલર્સનો ધંધો કરે છે. 31 વર્ષની વયના મોદી બીજી વખત વિજલપોર પાલિકામાં સભ્યપદે ચૂંટાયા છે. પ્રમુખપદે ચૂંટાયા બાદ મોદીએ ‘દિવ્ય ભાસ્કર’ ને જણાવ્યું કે તેમની પ્રથમ પ્રાથમિક્તા વિજલપોરમાં રેલવે ઓવરબ્રીજ તાકીદે બને અને પાણીની યોજના પૂર્ણ થઇ લોકોને શુદ્ધ મીઠું પાણી મળે તે છે.