તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધી વિદ્યાપીઠ વેડછીની વાર્ષિક સભા મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાંનવી તાલીમનો વિકાસ ગાંધીજીના રચનાત્મક વિચારોથી રચાયેલો છે.આવો કાર્યક્રમ લઇને સ્થપાયેલી ગાંધી વિદ્યાપીઠ વેડછીનો વડલો જુગતરામ દવેની કર્મભૂમિ એવા સમાન ગાંધીવિદ્યાપીઠ વેડછી આદિવાસી યુવક યુવતીઓમાં શિક્ષણ તાલીમ આપવામાં અગ્રેસર રહી છે.

આજરોજ વેડછી આશ્રમનાં સભાખંડમાં વાર્ષિક સાધારણ સભા ટ્રસ્ટનાં પ્રમુખ અમરસિંહભાઇ ઝેડ ચૌધરીના અધ્યક્ષસ્થાને મળી હતી.સભા પ્રારંભે એમણે સહુને આવકારી સ્વાગત કર્યા બાદમાં સંસ્થાના ઉષાબહેન મઢીકરે મારા સપનામાં આવ્યા હરિ કવિ સુરેસદલાલ રચિત ભજન રજૂ કર્યુ હતું.સંસ્થાના મંત્રી માધુભાઇ ચૌધરીએ વર્ષ દરમિયાન અવસાન પામેલાં સંસ્થાના કાંતીભાઇ શાહ, નારાયણ દેસાઇ, ઘેલુભાઇ નાયક (ડાંગ) નારણભાઇ રાઠોડ (નવસારી) ને મૌનશ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ હતી.મંત્રી માધુભાઇએ સભાજનો સમક્ષ વિદ્યાપીઠ મંડળ ટ્રસ્ટનાં હિસાબો રજૂ કર્યા અને હેવાલ રજૂ કર્યા જેને સર્વાનુમતે મંજુર કરાયો હતો. ગાંધી વિદ્યાપીઠ વેડછીનાં ઉપપ્રમુખ અરવિંદભાઇ દેસાઇ (બારડોલી) પોતાના પ્રાસંગિક વકતવ્યમાં સભાજનોને વિવિધ આશ્રમ શાળાઓની પ્રવૃત્તિઓમાં વિભાગીય સંમેલન શૈક્ષણિક સેમીનારમાં જોડાવા તેમજ તેની મહત્તા સમજાવી હતી.નવી કારોબારી વ્યવસ્થાપક સમિતિની રચના કરાયા બાદ વેડછીના કાર્યકર્તા સભ્યને ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ સોસાયટી નવી દિલ્હી દ્વારા ભારતરત્ન ડો.એ.પી.જે અબ્દુલ કલામ એકસીલન્સી એવોર્ડ વર્ષ 2016 માટે પસંદ થયેલા ગભરુભાઇ ભડિયાદરા (વેડછી) ને 14 જાન્યુઆરી 2017 માં એવોર્ડ આપી સન્માન મળશે.

વિદ્યાપીઠના વાર્ષિક અહેવાલને સર્વાનુંમતે મંજૂરી અપાઇ

અન્ય સમાચારો પણ છે...