તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારીમાં ‘કવિ કલાપીનું જીવન અને કવન’ પુસ્તક પર પ્રવચન

નવસારીમાં ‘કવિ કલાપીનું જીવન અને કવન’ પુસ્તક પર પ્રવચન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાંસયાજી વૈભવ પુસ્તકાલય અને નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામમાં પ્રત્યેક મહિનાના ચોથા શનિવારે સ્વ.અસ્માબેન ડોક્ટર સ્મૃતિ વ્યાખ્યાન માળા મને ગમતું પુસ્તક ચાલે છે.આ શ્રેણીમાં ગાંધીનગર જી.જી.આર.ટી માં સેવારત નાટ્ય લેખક, નવલકથા, નવલિકા અને લોકસાહિત્યનાં સર્જક ડો.રાઘવજી માધડ અનેક સમાચાર પત્રો દિવ્ય ભાસ્કર જેવા પત્રોમાં કટાર લેખ લખે છે તે પધાર્યા હતા.લેખક ધનંજય શાહ લિખિત કવિકલાપી જીવન અને કવન વિશે નગરનાં શ્રોતાજનો સમક્ષ પોતાનાં વિચારો રજૂ કર્યા હતાં.પ્રારંભે વક્તા ડો. રાઘવજી માધડનો પરિચય પ્રમુખ જયપ્રકાશ મહેતાએ આપી પ્રતિકભેટ પુસ્તક આપી સહુને આવકાર્યા હતા.નગરનાં પ્રબુધ્ધ શ્રોતાજનો સમક્ષ કવિ કલાપીના જીવન કવન વર્ણવતાં વક્તાએ કૃતિ જણાવ્યું કે કૃતિ સોનાની જેમ અખંડ રહે તે ભાષાની ઘટના છે.કવિ કરતાં કવિનાં શબ્દો મહત્વનાં છે.નવલકથામાં સંઘર્ષ, પ્રેમ, વેરઝેરની વાતો હોય પણ ખુદનું જીવન નવલકથામાં હોય પ્રથમ કિસ્સો છે.સત્ય હકીકતને તખ્તાલાયક બનાવીએ સર્જક માટે કપરું કાર્ય છે.વ્યથા કવિતા ગઝલનાં સ્વરૂપમાં આવે છે.વ્યક્તિને પ્રશંસા બહુગમતી હોય છે.કલાપી જે સર્જન કરે તે ડાયરીમાં લખે તે અને મોંઘીને કહે તું વાંચ અને હું સાંભળું મોંઘી ગામડાની નિરક્ષર ભણેલી નહોતી.વ્યક્તિ માત્ર પ્રેમને ઝંખે છે.વૃધ્ધ હોય કે બાળક પ્રેમ ઝંખે છે.કલાપીના 8 વર્ષની વયે માતાનું નિધન થયું હતું માતાનો પ્રેમ નહોતો મળ્યો એટલે સતત પ્રેમ ઝંખતો હતો.પ્રિતિને કારણ સાથે કોઇ સંબધ નથી.

અન્ય સમાચારો પણ છે...