તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તેલાડાના યુવાને ફાંસો ખાધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીનાતેલાડા ગામે શ્રમજીવી યુવાને કોઈ અગમ્ય કારણસર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ગ્રામ્ય પોલીસે ઘટનાની નોંધ લઈ તપાસ શરૂ કરી છે.

પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ નવસારીના તેલાડા ગામે રહેતા પ્રકાશભાઈ છોટુભાઈ હળપતિ (ઉ.વ. 28) છૂટક મજૂરી કરી પોતાનું જીવન ગુજારતા હતા. તેમણે કોઈ અગમ્ય કારણસર ગામમાં આવેલી આંબાવાડીમાં વહેલી સવારે 8.30 પહેલા પલંગની પાટી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મજૂરીકામે જતા લોકોએ તેને ફાંસો ખાધેલી હાલતમાં જોતા ગામના હળપતિ આગેવાન રણજીતભાઈ હળપતિને જાણ કરી હતી. તેમણે ઘટનાની નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે ધસી જઈ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...