તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલીંગ શરૂ કરાયું

નવસારી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલીંગ શરૂ કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારી સહિત સમગ્ર દરિયા કાંઠાના વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું છે. જેના પગલે નવસારી જિલ્લા પોલીસે પણ દરિયા કાંઠાના વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધર્યું છે.

નવસારી જિલ્લાને અંદાજે 52 કિ.મી.દરિયા કાંઠો લાગે છે. પી.ઓ.કે.ની હદમાં આતંકવાદીઓના ઠેકાણે ત્રાટકી આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો છે.આવા સંજોગોમાં વળતો હુમલો થવાની સંભાવના જણાય રહી છે. જેના પગલે સમગ્ર દેશમાં દરિયા કાંઠાના વિસ્તારમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે.આ સંદર્ભે નવસારી જિલ્લા પોલીસે પણ દરિયા કાંઠાના વિસ્તારમાં પેટ્રોલીંગ શરૂ કરી દીધું છે.ડી.એસ. પી. એમ.એસ.ભરાડાએ જણાવ્યું હતું કે નવસારીમાં રાત્રે પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે.લોકોને સાવચેતી રાખવા અને કોઈ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા સૂચન કરવા જણાવાયું છે.માછીમારોને પણ સતર્ક રેહવા કહેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...