• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નારણ લાલા કોલેજમાં કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન

નારણ લાલા કોલેજમાં કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોહનલાલહરકીશનદાસ કંસારા કેળવણી ટ્રસ્ટ સંચાલિત નારણલાલા લો કોલેજ વિદ્યાકીય પ્રવૃત્તિ સાથે સહઅભ્યાસ પ્રવૃત્તિમાં પા-પા પગલી પાડી રહી છે, જે નિમિત્તે ચાલુ વર્ષના આરંભમાં એન્ટિ રેગિગ ડિફેન્સ અને સેકસ્યુલ હેરેસમેન્ટ જેવા યુવક યુવતીઓ માટે મહત્વના વિષય પર પ્રવચનો યોજાયાં હતાં.

ઉપરોક્ત વિષય સંદર્ભે પીએસઆઇ પી.કે.ગોહિલ, એવોકેટ રાજકુમાર શર્મા સાહેબ તથા એડવોકેટ પી.એમ.વાટવેચાએ ઉપરોક્ત વિષય અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ પ્રશ્નોત્તર કાર્યક્રમ થયો હતો. કાર્યક્રમનું સંચાલન પ્રા.દીપીકા શાહ અને પ્રા.જયશ્રી મહાત્મા દ્વારા કરવામાં આવ્યું હતું. ચેરમેન મહેશભાઇ કંસારા તથા કેમ્પસ ડાયરેક્ટર ડો.દિનુભાઇ નાયકે પ્રસંગે શુભભાવના પ્રદર્શિત કરી કાર્યક્રમને સફળતા ઇચ્છી હતી

અન્ય સમાચારો પણ છે...