4 જિલ્લાના 100થી વધુ ગામોમાં નેપ્થા લાઈનનો વિરોધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દક્ષિણગુજરાતના ખેડૂતો પર જાણે પનોતી બેઠી હોય એમ એક પછી એક મુશ્કેલીઓ આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. એક તરફ ખેડૂત વિરોધી સરકાર દ્વારા વિકાસના નામે જુદા જુદા સંપાદનો લગાવી રહી છે ત્યાંજ બીજીબાજુ હવે ખાનગી કંપની દ્વારા નેપ્થાની લાઈન નાખવાની વાતે ખેડૂતો પર જોહુકમી કરવા સાથે પાકના નુકસાન સાથે જમીનનું યોગ્ય અને સમાંતર વળતર ચૂકવી અન્યાય કરવાની કામગીરીનો હવે ખેડૂતો વિરોધ કરવાની તૈયારીમાં છે. રિલાયન્સ કંપની દ્વારા ભરૂચ જિલ્લાના દહેજથી મહારાષ્ટ્રના ગોઠાણે સુધી નેપ્થા માટેની પાઈપલાઈન નાખવાની કામગીરી કરી છે. ત્યારે લાઇનમાંથી એક લાઈન સુરત હજીરા ખાતે આવેલ રિલાયન્સના પ્લાન્ટમાં લઇ જવામાં આવેલ છે. ત્યારે વલસાડ, નવસારી, ભરૂચ અને સુરતના 100થી વધુ ગામોમાંથી કંપની દ્વારા લાઈન લઈ જવાની વાતે 2000થી વધુ ખેડૂતોની જમીનનું સંપાદન કરતા ખેડૂતોએ જમીનનું યોગ્ય વળતર મળવાને વાતે ખેડૂત સમાજ સાથે મળી વિરોધ નોંધાવતાં કંપનીએ વિરોધ કરનાર ગામોના ખેડૂતોને ઊંચું વળતર આપ્યું, જ્યારે બીજા અન્ય ગામો કે જ્યાંના ખેડૂતોએ રાજકારણીઓ સાથે રહેતા કંપનીએ નજીવું વળતર ચૂકવી જમીન સંપાદન કરી લાઇન નાંખવાની કામગીરી કરી લીધી.

કંપની દ્વારા જમીનોનું વળતર આપવામાં ખેડૂતો સાથે એકને ગોળ અને બીજાને ખોળ જેવી નીતિ અપનાવી હોવાનું નોંધાયું. આટલું નહીં હોઈ ત્યાં કંપની દ્વારા હાલ ફરીવાર સંપાદન કરેલી જમીનમાંથી નેપ્થાની બીજી લાઈન નાંખવાની કામગીરી હાથ ધરી છે. ખેડૂતોના ઊભા પાકને નુકસાની થવા સાથે જમીનમાંથી બીજી લાઈન નાખવાની કામગીરીનો ખેડૂતોએ વિરોધ કરતાં બહાર આવેલી ચોંકાવનારી બાબત મુજબ રાઈટ ઓફ યુઝર અંતર્ગત કંપની દ્વારા પાઈપલાઈન નાંખવા નિયમ મુજબ 5 મીટર જેટલી જમીન સંપાદન કરીને લેવાની હોઈ છે ત્યારે કંપની દ્વારા ખેડૂતોએ ઉલ્લુ બનાવી 5 મીટરનું વળતર ચૂકવી 25 મીટર જેટલી જમીન સંપાદન કરી ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

હાલ હાથ ધરાયેલી કામગીરીમાં ખેડૂતોના પાકની નુકસાની આપવામાં અન્યાય કરતા ખેડૂતો દ્વારા કામગીરીનો વિરોધ કરતા કંપનીના અધિકારીઓ એનકેન પ્રકારે દાબદબાણ કરી કામગીરી કરી રહ્યા છે. કંપની દ્વારા ખેડૂતો પાસે સંપાદન કરતા વધુ જમીન પડાવી લેવા સાથે જમીનનું સમાંતર વળતર ચૂકવવા સાથે પાક નુકસાનીનું પણ યોગ્ય વળતર ચૂકવતા હવે ખેડૂત સમાજ ખેડૂતો સાથે મળી તેમને યોગ્ય વળતર ચૂકવવા કંપની સામે લડત ચલાવશે. ત્યારે લડતના ભાગરૂપે પ્રથમ ચરણમાં 15 ઓગસ્ટના રોજ ચાર જિલ્લાના ગામોના ખેડૂતોની સુરત જહાંગીરપુરા જિન ખાતે બપોરે 3 કલાકે એક બેઠક બોલાવી છે જેમાં આગળની રણનીતિ ઘડવામાં આવશે.

‘રાઈટ ઓફ યુઝર’ અંતર્ગત કંપનીને માત્ર 5 મીટર જમીન મળી શકે

નેપ્થા લોઈનનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે. પ્રતીકાત્મક તસવીર

‘રાઈટ ઓફ યુઝર’ અંતર્ગત કંપની દ્વારા પાઈપલાઈન નાંખવા નિયમ મુજબ 5 મીટર જેટલી જમીન સંપાદન કરીને લેવાની હોઈ છે ત્યારે કંપની દ્વારા ખેડૂતોએ ઉલ્લુ બનાવી 5 મીટરનું વળતર ચૂકવી 25 મીટર જેટલી જમીન સંપાદન કરી ખેડૂતો સાથે છેતરપિંડી કરાઈ છે.

દક્ષિણ ગુજરાતના ખેડૂતો સાથે છેતરપિંડી

^વલસાડ,નવસારી, ભરૂચ અને સુરત જિલ્લાના 2000થી વધુ ખેડૂતોને ઉલ્લુ બનાવી સંપાદન કરતાં વધુ જમીન કંપનીએ પડાવી લઈને છેતરપિંડી કરી છે. > જયેશપટેલ, ગુજરાતખેડૂત સમાજ મહામંત્રી.

રિલાયન્સ દ્વારા લાઈન નાખવાની કામગીરીમાં પાકને નુકસાનીનું વળતર આપવાની વાતે ખેડૂતો સાથે અન્યાય

ખેડૂતોના હકનું વળતર અપાવવા ખેડૂત સમાજે ઉપાડેલી લડતના ભાગરૂપે 15મીએ જહાંગીરપુરામાં બેઠક

અન્ય સમાચારો પણ છે...