તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • લોકની ભૌતિક ચીજોથી પ્રાપ્ત થતું સુખ અંતે દુ:ખનું કારણ બને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકની ભૌતિક ચીજોથી પ્રાપ્ત થતું સુખ અંતે દુ:ખનું કારણ બને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શરીરનાશવંત છે.એના વડે આપણે અવિનાશી ફળ પ્રાપ્ત કરવાનું છે. એટલે કે અધ્યાત્મને માર્ગે આગળ વધી મોક્ષ પ્રાપ્તિનું લક્ષ સિદ્ધ કરવાનું છે. શરીર અને બુદ્ધિબળથી પ્રાપ્ત થતાં ધન-દોલત,માન-મોટપ,સત્તા બધું ભગવાનના અલૌકિક-દિવ્ય પ્રતાપ આગળ તુચ્છ છે. લોકની ભૌતિક ચીજોથી પ્રાપ્ત થતાં કહેવાતાં સુખ-શાંતિ અંતે દુ:ખનાં કારણ બંને છે.માનવી અહંકાર અભિમાનમાં રાચે છે.સત્તા-સંપત્તિના અહંકારમાં રાચતા માનવીઓને ખબર નથી કે અહંકારને લીધે રાવણ, કંસ, શિશુપાલ જેવા રગદોળાઇ ગયા હતાં. ઉપરોક્ત શબ્દો વિજલપોર સ્વામીનારાયણ મંદિરે પૂ.કૃષ્ણપ્રિયદાસ સ્વામીએ ઉચ્ચાર્યા હતા.

પૂ.કૃષ્ણપ્રિયદાસ સ્વામીએ દેવાનંદ સ્વામી રચિત સુંદર કિર્તન રજુ કરી સૌને કિર્તન ભક્તિમાં ઝબોળ્યાં હતા.આ કિર્તનને સથવારે પૂ.દેવાનંદ સ્વામી શું કહેવા માંગે છે તે પૂ.કૃષ્ણપ્રિયદાસ સ્વામીએ સમજાવતાં જણાવ્યું હતું કે અભિમાની-અહંકારી-અહમવાદી વ્યક્તિઓનાં પતન થયાં છે.બીજી તરફ પ.પૂ.પ્રમુખ સ્વામીબાપામાં પરમાત્માનો 39 કલ્યાણકારી સદગુણો-દિવ્યગુણો સાંગોપાંગ જોવા મળે છે.એમના પ્રત્યેક ગુણોનું ચિંતવન કરી શું તો આપણે આધ્યાત્મિક ઉંચાઇએ પહોંચી શકીશું.

પ્રમુખ સ્વામી મહારાજની અહમ શૂન્યતાના ગુણમાં તમામ સદગુણોનો સરવાળો આવી જાય છે.પ્રમુખ સ્વામીબાપામાં હું ભાવનું અસ્તિત્વ નથી.તેમણે પોતાનું સમગ્ર જીવન પરહિત માટે સમર્પિત કરી દીધું છે.એમણે જે કાર્યો કર્યાં અને જે સિદ્ધિઓ મેળવી તેનો કોઇ જોટો નથી.

જગતભરમાં તેમણે આપણી સંસ્કૃતિનુંઅભૂતપૂર્વ ગૌરવ વધાર્યું છે.આવનારાં અનેકો વર્ષો સુધી માનવીઓ જીવનનો સાચો રાહ મળતો રહે એવી પરંપરાઓનું સ્થાપન કર્યું છે.એમનું અહમશૂન્ય ભક્તહ્રદયી વ્યકતિત્વ સૌને આકર્ષી જાય છે.સન્માનો અને પ્રશંસા એક તેમને સ્પર્શતા નથી.તેઓ ધર્મ અને સંસ્કૃતિકનું મૂર્તિમાન સ્વરૂપ છે.જયાં હું નથી ત્યાં પ્રભુ પ્રગટ છે.

સ્વામીનારાયણ મંદિરે કૃષ્ણપ્રિય સ્વામીનું સંબોધન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો