તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • વિકાસની ઉંચાઈ પર પહોંચવા જાતેે સત્યને શોધવું પડશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકાસની ઉંચાઈ પર પહોંચવા જાતેે સત્યને શોધવું પડશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભગવાનમહાવીરે ગુરૂ માટે કહ્યું હતું કે સ્વયં માટે સત્યની શોધ કરે ગુરૂ. વિકાસની ઉંચાઈ પર પહોંચવા પોતે સત્યને શોધવું પડશે. સ્વયં સત્ય શોધવા પાણીની માફક બનવું પડશે. પથ્થર માફક નહીં કારણ કે મુશ્કેલીઓ વચ્ચે પણ પાણી પોતાનો માર્ગ શોધી લે છે. પાણી, નિર્મળ અને ઉપયોગી તેમજ ગતિશીલ હોય છે. ગુરૂનું વ્યક્તિત્વ પણ એવું હોવુ જોઈએ.

ઉપરોક્ત શબ્દો ગુરૂપૂર્ણિમા નિમિત્તે નવસારીની ડિવાઈન સ્કૂલ ખાતે ગુરૂવંદના કાર્યક્રમમાં પધારેલા પૂજ્ય આચાર્ય મહાશ્રમણજીના શિષ્યા સમણી પરિમલપ્રજ્ઞાજીએ ઉચ્ચાર્યા હતા. તેમણે વિદ્યાર્થીના વ્યક્તિ વિકાસ સાથે ગુરૂના વ્યક્તિત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે માત્ર સિલેબસને આધારે શિક્ષણ આપે તે ગુરૂ નથી. શિક્ષકે ઉપયોગી થવું પડશે. તે ઉપયોગી થશે તો તેની કદર થશે. જ્ઞાનદાન સેલેરીબેઈઝ નહીં પરંતુ સેવાબેઈઝ હોવું જોઈએ એટલે કે જ્ઞાન વ્યવહારિક હોવુ જોઈએ, પુસ્તકિયા જ્ઞાન નહીં. સિસ્ટમમાં પણ સુધારો થવો જોઈએ. તેમણે દૃષ્ટિકોણ, બોલવાની છટા અને કંઈક અલાયદુ કરવાની બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો હતો

ગુરૂવંદના કાર્યક્રમમાં પરિમલપ્રજ્ઞાજી ઉપસ્થિત રહ્યા હતા.

ગુરૂપૂર્ણિમા નિમિત્તે ડિવાઈન સ્કૂલમાં ગુરૂવંદના કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો