તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાયક દિલીપ સોનીનું અવસાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારીમાં સંગીતની સંગીતભારતી સંસ્થા સ્થાપી 45 વર્ષ ચલાવનારા ગાયનશાળાના આચાર્ય તરીકે 20 વર્ષ કાર્યરત નવસારીના ગાયકવાડી સમયના સંગીત અલંકાર વાડીલાલ સોનીના સુપુત્ર દિલીપ સોનીનું માંદગીના કારણે બુધવારે દુ:ખદ અવસાન થયું હતું. દિલીપ સોનીએ પિતાનો વારસો અને જીવનકાર્ય એમણે સંગીત શિક્ષાની દીક્ષા સાથે જીવનપર્યંત નિભાવ્યો હતો. વિદ્યાકુંજ શાળાના શિક્ષક એવા દિલીપ સોની અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ સંલગ્ન નાદબ્રાહ્મ સંસ્થા દ્વારા ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલીમ જીવનપર્યંત આપતા રહ્યા હતા. સુમધુર કંઠ અને સુરગંગા સંગાથે તેઓ ગુજરાતમાં લોકપ્રિય થયા. રંગપરિવાર સાથે જોડાયેલા દિલીપ સોની પ્રેમરંગબાપુના ખાસ કૃપાપાત્ર બન્યા હતા. સદગત તેમની પાછળ પત્ની શીલાબેન, દિકરી નીતિ અને દીકરા ભાવિકને વિલાપ કરતા મુકી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો