તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંદિર ગામની 28 મહિલાને ઝાડા-ઊલટી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જલાલપોરતાલુકાના મંદિર ગામમાં 28 જેટલી મહિલાઓને મોડી સાંજે ઝાડા ઉલટીની અસર વર્તાતા આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયું હતું. જોકે ગામમાં રેફરલ હોસ્પિટલમાં તમામને સારવાર આપવામાં આવી હતી. ઘટનામાં મોટી અસર નહીં જણાતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.

મંદિર ગામની 28 જેટલી મહિલાઓ એરૂ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ડાંગરની ખેતી કરી વધુ પાક કેવી રીતે મેળવી શકાય તે સંદર્ભે યોજાયેલી પરિસંવાદમાં ગઈ હતી. જમાં કુલ 70 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. પરિસંવાદમાં તમામ ખેડૂત મહિલાઓ માટે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. દરમિયાન મોડી સાંજે મંદિર ગામની મહિલાઓને પેટમાં દુ:ખાવો અને ઝાડાની ફરિયાદ ઉઠી હતી. જે વાત વાયુવેગે ગામમાં પ્રસરી ગઈ હતી. અચાનક મહિલાઓને એકસાથે ઝાડા અને પેટમાં દુ:ખાવો થતા તમામ અસરગ્રસ્તોએ ગામની રેફરલ હોસ્પિટલ તરફ દોટ મુકી હતી.

ઘટનાની જાણ નવસારી જિલ્લા આરોગ્ય વિભાગને પણ થતા અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ચકાસણી હાથ ધરી હતી. મોડી સાંજ સુધીમાં 26 જેટલી મહિલાઓને ઝાડા ઉલટી તથા પેટમાં દુ:ખાવાની નોંધ કરાઈ હતી. જેમાંથી 24 અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપી રજા આપવામાં આવી હતી. જ્યારે શીલાબેન મુકેશભાઈ પટેલ તથા કલ્પનાબેન રવજીભાઈ પટેલને વધુ અસર જણાતા તેઓ હાલ રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આરોગ્ય વિભાગની ટીમ કાર્યરત છે

^મંદિરગામે ઝાડા ઉલટીના કેસની જાણ થતા તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તુરંત સારવાર આપી હતી. આઠ સભ્યોની ટીમ આજે પણ સીએચસી ખાતે રોકાઈ છે. >ડૉ .પી.એન. કન્નર, જિલ્લાઆરોગ્ય અધિકારી

પાણી કે અન્ય કારણે ઝાડા-ઊલટી થયા તે અંગે નવસારી જિલ્લા આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી

^ગામમાં ફૂડ પોઈઝનિંગને કારણે કે પછી પાણી અથવા તો દહીંવાળી વસ્તુ કે પછી કચુમ્બરને કારણે ઝાડાઉલટીની ઘટના બની છે તેની તપાસ થઈ રહી છે. જોકે હકીકત જાણવા પાણીના સેમ્પલ સહિત ગામમાં સરવેની કામગીરી પણ હાથ ધરવામા આવી હતી પરંતુ કોઈ મોટી અસર જણાઈ આવી નથી. > ડૉ.મેહુલ ડેલીવાલા, આરોગ્યઅધિકારી

ગામમાં સરવે પણ કરાયો છે

^પરિસંવાદમાં આવેલી મહિલાઓને ઝાડા ઉલટીની વાત ખબર પડતા સ્થળની મુલાકાત લીધી હતી. જોકે ઝાડા ઉલટીની ઘટનાનું કારણ જાણી શકાયું નથી. અગાઉ પણ અનેક કાર્યક્રમમાં ભોજન વ્યવસ્થા કરાઈ હતી પરંતુ પહેલી વખત આવી ઘટના બની છે જેની તપાસ કરાશે. >ડૉ. સી.કે.ટીમ્બડીયા, કો.ઓર્ડિનેટર,કેવીકે નવસારી

પહેલી વખત આવી ઘટના બની

મંદિર ગામે મહિલાઓને ઝાડા ઉલટીની અસર વર્તાતા રેફરલમાં દાખલ કરાયા હતા. આરોગ્ય અધિકારીઓ ઘટનાસ્થળે ધસી જઈ માહિતી મેળવી હતી.

28 પૈકી 24 મહિલાને તાત્કાલિક સારવાર આપી રજા આપી દેવાઇ, હાલ બે મહિલા સારવાર હેઠળ

આરોગ્ય જોખમાયું | તમામ મહિલાઓ ડાંગરના પરિસંવાદ કાર્યક્રમમાં ગઇ હતી અને ત્યાં ભોજન કર્યુ હતુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો