• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • ઇલેકટ્રોનીક સાધનોના બેફામ ઉપયોગે બળતામાં ઘી હોમવાનું કામ કર્યુ છે

ઇલેકટ્રોનીક સાધનોના બેફામ ઉપયોગે બળતામાં ઘી હોમવાનું કામ કર્યુ છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાસુપૂજ્યજિનાલય મહાવીર સોસાયટી નવસારીમાં આચાર્ય હંસકીર્તિ સૂરિજીની પાવનનિશ્રામાં પંન્યાસ ભવ્યકીર્તિવિજયજી તથા પંન્યાસ રાજ રક્ષિત વિજયજીએ ચાતુમાસિક પ્રવચન ગંગામાં જણાવ્યું કે શરીર શુદ્ધ કરવા માટે સાબુ છે.વસ્ત્ર સાફ કરવા માટે સર્ટ પાવડર છે, સંડાસ-બાથરૂમ ક્લીન કરવા ફિનાઇલ છે. પરંતુ આત્માને શુદ્ધ કરવા માટે શુદ્ધ પ્રાયશ્ચિત છે. કુસંસ્કારો અને કુનિમિત્તોથી ઘેરાયેલો આત્મા કથા પાપ કરે તે સવાલ છે કુસંસ્કાર દારૂગોળો છે. વર્તમાનકાળે કુનિમિતોનો રાફડો ફાટ્યો છે. ટીવી ચેનલો, ઇન્ટરનેટ, ફેસબુક, હુક્કાબાર, કોએજ્યુકેશન, સેક્સ એજ્યુકેશન, આઇફોન વગેરે સાધનોએ બળતામાં ઘી હોમવાનુંકાર્ય કર્યુ છે. સદાચાર, શીલની વાતો આઉટ ઓફડેટ બની ગઇ છે. બધાને લક્ષ્મણરેખા ઓળંગવી છે. નાની ઉંમરમાં બધા સુખોની અનુભૂતિ કરવાના અભરખા જાગ્યા છે.

મુનિએ કહ્યું કે ગમે તેવું કપડું મેલુ કે ગંદુ હોય પરંતુ જો તેને લોન્ડ્રીમાં ધોવડાવી દઇએ તો સારા પ્રસંગે પહેરી શકાય છે તેમ કુસંસ્કાર કુનિમિત્તોથી મેલા થયેલા આત્માને સદગુરૂરૂપી લોન્ડ્રીમાં શરૂ કરાવી દઇએ તો પાપ શુદ્ધ બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...