તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • ભાસ્કર િવશેષ | વાંસદામાં 108માં ઈએમટી તરીકે કોઈ હાજર નહીં હોય ઈમરજન્સી કોલના સમયે મુશ્કેલી

ભાસ્કર િવશેષ | વાંસદામાં 108માં ઈએમટી તરીકે કોઈ હાજર નહીં હોય ઈમરજન્સી કોલના સમયે મુશ્કેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્રનવસારી જિલ્લાના 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસના કર્મીઓ હડતાળ ઉપર ઉતરી ગયા હોય તેની અસર વાંસદા તાલુકાને થવા પામી છે. તાલુકાની ત્રણ 108 એમ્બ્યુલન્સના કર્મીઓ પણ હડતાળમાં જોડાતા વહેલી સવારથી 108ના પૈડાં વાંસદા તાલુકામાં પણ થંભી ગયા હતા. વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરાયાની માહિતી મળતા 108 પર જાતમાહિતી મેળવવા જતા એમ્બ્યુલન્સ પર પીએચસીના ડ્રાઈવરને એમ્બ્યુલન્સનો ચાર્જ અપાયો હતો. જ્યારે ઈએમટી તરીકે કોઈ હાજર નહીં હોય ઈમરજન્સી કોલના સમયે 108 કાગળનો વાઘ પૂરવાર થશે એવું જણાય રહ્યું છે. એટલું નહીં બીજી બાજુ પીએચસીની એમ્બ્યુલન્સ પરથી ડ્રાઈવર લઈ લેવામાં આવતા પીએચસીને લાગુ ગામોમાંથી કોઈને એમ્બ્યુલન્સની જરૂર ઉભી થાય તો તેમની પાસેથી હાલમાં તો સેવા છીનવાઈ ગઈ છે.

108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના કર્મીઓએ પોતાની વિવિધ માંગણીઓ પૂરી થતા તથા અધિકારીઓ દ્વારા અવારનવાર બદલી કરી નાંખવાની ધાકધમકીભર્યું વલણ અપનાવાતું હોય ઉપરાંત મહેસાણાના 2 અને ગાંધીનગરના 1 કર્મીને બદલી કરી દેવાના પગલાના વિરોધમાં પાડેલી હડતાળમાં વાંસદા તાલુકાની લીમઝર, વાંસદા કોટેજ હોસ્પિટલ તથા મહુવાસની એમ ત્રણ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સના કર્મીઓ જોડાતા સવારથી તાલુકામાં 108ના પૈડા થંભી ગયા હતા. વાંસદા ખાતે બંધ પડેલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ શરૂ કરવા માટે જીવીકે ઈએમઆરઆઈ દ્વારા પ્રયાસ કરી આરોગ્ય ખાતાનો સહકાર લઈ પીએચસીના ડ્રાઈવરોને 108 એમ્બ્યુલન્સ પર કાર્યરત કરી તાલુકામાં સેવા શરૂ કરાતા આજે સાંજે 4.30 વાગ્યે 108 એમ્બ્યુલસ પર પીએચસીના ડ્રાઈવર કાર્ય પર દેખાયો હતો પરંતુ દર્દીને ઘરેથી કે અકસ્માત સ્થળેથી હોસ્પિટલ સુધી લાવતા સુધીમાં તેના જાનનું જોખમ ઓછુ કરવા કે નિવારવા માટે કાર્યરત રહેતા ઈએમટીની જગ્યાએ કોઈ કાર્યરત હોય એમ્બ્યુલન્સ ઈમરજન્સી સેવાના દર્દીઓ માટે કાગળનો વાઘ પૂરવાર થશે એવું લાગી રહ્યું છે.

હડતાળ ઉપર ગયેલા કર્મચારીઓનું કહેવું હતું કે તેમની અનેક પડતર માંગણીઓનો સ્વીકાર કરાતો નથી. વર્ગ-3 સરકારી કર્મચારીમાં સમાવેશ કરાતો નથી, સ્ટાફમાં વધારો કરવો, આડેધડ કરાતી ટ્રાન્સફર રોકવી વગેરે પણ માગ છે. કર્મચારીઓની એવી પણ ફરિયાદ છે કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ટોર્ચર કરાય છે તથા તેમની માંગણીઓ કરવાનો અધિકાર પણ અપાતો નથી. હાલ હડતાળ ક્યાં સુધી ચલશે તેની જાણકાી મળી હતી. પરંતુ 108 કર્મચારીઓએ ગુરવારના રોજ હડતાળ પાડતા આરોગ્ય સેવાના કર્ભચારીઓને 108ના પાયલોટ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો હતો.

14મીથી PHCના ડ્રાઈવર 108 પર નહી હશે

^108ઈમરજન્સી એમ્બ્યુલન્સનો સ્ટાફ અચાનક હડતાળ પર જતા સેવા ખોરંભે પડે અને દર્દીઓનું હિત સચવાય તે હેતુથી પીએચસીના ડ્રાઈવરોની સેવા અપાય છે. સાંજે 7 વાગ્યે સેવા વિડ્રોલ પણ કરી લેવાય છે. 14મી જુલાઈથી કોઈ પીએચસીના ડ્રાઈવર 108 પર નહીં હશે. > ડૉ.કન્નર, સીડીએચઓ,નવસારી

108માં PHCનો ડ્રાઇવર મુકાતા એમ્બ્યુ. સેવા ખોરવાઈ

અન્ય સમાચારો પણ છે...