તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ-ડાંગ લેબર એસો.એ આતંકી હુમલાને વખોડ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |વલસાડ-ડાંગ લેબરલોઝ એસોસિએશનની એસો.ન પ્રમુખ આર.સી. પટેલન અધ્યક્ષસ્થાને બારરૂમમાં મળેલી મિટિંગમાં ગુજરાતના 7 અમરનાથયાત્રીઓની હત્યા કરનારા આતંકવાદીઓના કૃત્યને વખોડી કાઢી મૃતાત્માઓની આત્માને શાંતિ માટે મૌન પાળી એમના સ્વજનોને વ્રજઘાત જીરવવાની શક્તિ માટે પ્રાર્થના કરી હતી અને ત્રણે લેબર કોર્ટના તમામ વકીલો, યુનિયન પ્રતિનિધિઓએ કામ બંધ રાખ્યું હતું. એસો.ની મિટિંગમાં પ્રમુખ આર.સી. પટેલ, એડવોકેટ મનોજ પારેખ, એડવોકેટ કૌશિક કપ્તાન, એડવોકેટ શ્રીકાંત પુરોહિત, એડવોકેટ મયુર પટેલ, યુનિયન પ્રતિનિધિ હિરેન રાઠોડ વગેરેએ હાજર રહી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...