તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • સાધુ અને બ્રાહ્મણ ભોગી નહીં યોગી હોવા જોઇએ : વિશોકાનંદજી

સાધુ અને બ્રાહ્મણ ભોગી નહીં યોગી હોવા જોઇએ : વિશોકાનંદજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેદાંતસત્સંગ મંડળ નવસારી દ્વારા આરંભાયેલા ચાતુર્માસ સત્સંગ પ્રવચનમાં નિર્વાણપિઠાધીશ્વર મહામંડલેશ્વર રાજગુરૂ સ્વામી વિશોકાનંદ સજગુરૂ, બિકાનેર પધાર્યા છે.

નવસારી અનાવિલવાડીમાં ચાલી રહેલાં સત્સંગ પ્રવચનમાંએઓ શ્રીમદ ભાગવદ 11માં સંઘ પર બોલતાં જણાવ્યું કે સંસારીને પરિવારનું સુખ છે અને પરિવારનું દુ:ખ છે. નારદજીએ જોયું કે બ્રાહ્મણએ પાખંડ કરે છે. સામાન્ય ધર્મ સાથે વિશેષ ધર્મ હોવો જોઇએ.

વિશેષ ધર્મ લક્ષ્ય છે. તીર્થ કરો પરંતુ માતા પિતાની સેવા પહેલા કરો. માતા પિતાની સેવા કરો અને ગુરૂ પણ બનાવો. બ્રાહ્મણએ બ્રહ્મ સાથે જોડવાવાળો છે. સાધુ અને બ્રાહ્મણ ભોગી નહીં યોગી હોવા જોઇએ. બ્રાહ્મણને બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પણ માને છે. સંતે મીડીયા,નેતાથી દૂર રહેવું જોઇએ. ભાગવદ વેદાંત બનાવે છે. રામાયણ શુધ્ધ વેદાંત કહે છે. વેદાંત બધાનો સાર છે. કર્મકાંડ,ભક્તિ,ઉપાસના સાધન છે.

ભારત ટીવીનો દેશ નથી. ગુરૂકુલનો દેશ છે. બાળક 25 વર્ષ સુધી ગુરૂકુલમાં રહેવો જોઇએ. કથા શ્રવણ અર્થે અનાવિલ વાડી જોષી મહોલ્લામાં ભક્તજનો મોટી સંખ્યામાં પધારી રહ્યા છે. સત્સંગ પ્રવચન દરરોજ સાંજે 7થી 8 દરમિયાન ચાલે છે.

અનાવિલ વાડીમાં ચાલી રહેલા ચાર્તુમાસમાં વ્યાખ્યાન

અન્ય સમાચારો પણ છે...